________________
પN
તવાર્યાદિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨| સૂત્ર૨
કોઈ જીવ હમણાંના ભવના ક્ષયમાં વિગ્રહગતિથી કે અવિગ્રહગતિથી જન્માંતરમાં જાય છે, ત્યારે કેવી રીતે ઉત્પન્ન થાય છે? અર્થાત્ કેવી રીતે નવો જન્મ ગ્રહણ કરે છે ? એ પ્રકારની શંકામાં ભાષ્યકારશ્રી ઉત્તર આપે છે –
નવી ગતિમાં જનારો જીવ સ્વકર્મના વશથી ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત થયેલ નવા શરીર માટે પુદ્ગલનું ગ્રહણ કરે છે તે જન્મ છે. આ જન્મ ત્રણ પ્રકારનો છે. તેને સૂત્રમાં તથા'થી બતાવે છે –
સ્વકર્મના વશથી ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત એવો જીવ શરીર માટે પુદ્ગલ ગ્રહણ કરે છે, તે જન્મ છે. એ પ્રકારના કથનમાં પ્રશ્ન થાય કે સ્વકર્મને વશ ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત થયેલો જીવ શરીર માટે પુલને કેમ ગ્રહણ કરે છે? તેની પુષ્ટિ કરવા માટે આગળમાં કહેવાનારા ત્રણ સૂત્રની સાક્ષી ભાષ્યકારશ્રી આપે છે –
સકષાયપણાને કારણે જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, એમ આગળમાં કહેવાશે. સકષાયવાળો જીવ યોગવિશેષવાળો હોય છે. તેથી સર્વથા જે આકાશપ્રદેશ પર રહેલો છે તે આકાશપ્રદેશમાંથી, જ્ઞાનાવરણીય આદિ નામવાળા કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, એ પ્રમાણે પ્રદેશબંધના વિચારમાં કહેવામાં આવશે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કષાયવાળો જીવ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. કષાયવાળો જીવ યોગવિશેષવાળો હોવાથી જ્ઞાનાવરણીય આદિ કર્મયુગલોને બાંધે છે.
આવા કર્મપુદ્ગલોથી યુક્ત એવો જીવ શરીર માટે પુદ્ગલો કેમ ગ્રહણ કરે છે ? તે બતાવવા માટે કહે
કાયા, વાયુ, મન અને શ્વાસોચ્છવાસ એ પુદ્ગલોનો ઉપકાર છે એમ આગળમાં બતાવાશે. તેથી કર્મપુદ્ગલવાળો જીવ પોતાના ઉપર પુદ્ગલના ઉપકાર માટે કાયા, વાફ, મન અને શ્વાસોચ્છવાસરૂપ પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જન્મ છે. આ જન્મ ત્રણ પ્રકારનો છે જે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે – સૂત્ર :
સમૂર્ણનાપાતા નાર/પુરા સૂત્રાર્થ -
સંમૂર્ખન, ગર્ભ અને ઉપપાત જન્મ છે. ર/૩ણા ભાષ્ય :
सम्मूर्छनं १, गर्भ २, उपपात ३ इत्येतत् त्रिविधं जन्म ।।२/३२।। ભાષ્યાર્થ:
સમૂચ્છે ... મન | સંપૂઈન, ગર્ભ અને ઉપપાત એ પ્રમાણે આ ત્રણ પ્રકારનો જન્મ છે. li૨/૩રા