SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦. તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩| સૂચ-૧૫, ૧૬ - કર્મઆર્ય - વજન, યાજન, અધ્યયન, અધ્યાપન, પ્રયોગ, કૃષિ, લિપિ, વાણિજ્ય અને યોનિપોષણથી જીવનારા કર્મઆર્ય કહેવાય છે. શિલ્પઆર્ય - વણકર, કુંભાર, હજામ, તુલવાય, દેવટ આદિ અલ્પ સાવધવાળા અને અગહિત જીવો છે. ભાષાઆર્ય - જેઓ પાંચેય પ્રકારના આર્યોનો સંવ્યવહાર શિષ્ટ ભાષાથી નિયત વર્ણવાળું અને લોકરૂઢ સ્પષ્ટ શબ્દવાળું બોલે છે તે ભાષાઆર્ય છે. આનાથી=પૂર્વમાં છ આર્યો કહ્યા તેનાથી, વિપરીત પ્લેચ્છો છે. આ છ પ્રકારના આર્યોથી ભિન્ન યુગલિકો અકર્મભૂમિમાં રહેલા અનાર્થ દેશમાં રહેલા સર્વ ક્ષેત્રથી મ્લેચ્છો છે. વળી, જાતિઆથ પણ પૂર્વમાં કહ્યા તે સિવાયના જાતિથી અનાર્ય પ્રાપ્ત થાય. તે રીતે અન્ય સર્વ પણ આર્યો તે તે અપેક્ષાએ જાણવા. એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય. ૩/૧૫ નોંધ:- સૂત્ર-૧૫નું ભાષ્ય અહીં પૂરું થાય છે. ત્યારપછી જે ભાષ્ય તથા'થી છે તે સૂત્ર-૧૬માં જે ભાગ છે, તેના પછી જોઈએ. કોઈક રીતે સૂત્ર-૧૫માં તેનો પ્રક્ષેપ થયો છે અને ટીકાકારશ્રીએ પણ માત્ર અંતરદ્વીપો મ્લેચ્છ સ્વીકાર્યા છે. આ સૂત્ર સાથે જ અંતરદ્વીપનો ભાગ ગ્રહણ કરેલ છે. તે વસ્તુ વિચારણીય છે. તેથી અમોએ અંતરદ્વીપને કહેનાર ભાષ્ય સૂત્ર-૧૬ પછી ગ્રહણ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે. અવતરણિકા - સૂત્ર-૧૫માં બે પ્રકારના મનુષ્યો છે તેમ કહ્યું તેમાં આર્ય મનુષ્યો છ પ્રકારના છે તેમ ભાગમાં કહ્યું અને ક્ષેત્રાર્ય પંદર કર્મભૂમિમાં થાય છે તેમ કહ્યું. તેથી હવે કર્મભૂમિ, અકર્મભૂમિ કઈ છે? તે બતાવે છે – સૂત્રઃ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ।।३/१६।। સૂત્રાર્થ - દેવગુરુ અને ઉત્તરકુરુને છોડીને ભરત, ઐરાવત અને વિદેહ કર્મભૂમિઓ છે. ૩/૧કા ભાષ્ય - मनुष्यक्षेत्रे भरतैरावतविदेहाः पञ्चदश कर्मभूमयो भवन्ति अन्यत्र देवकुरूत्तरकुरुभ्यः । संसारदुर्गान्तगमकस्य सम्यग्दर्शनज्ञानचारित्रात्मकस्य मोक्षमार्गस्य ज्ञातारः कर्तार उपदेष्टारश्च भगवन्तः परमर्षयस्तीर्थकरा अत्रोत्पद्यन्ते, अत्रैव जाताः सिद्ध्यन्ति नान्यत्र, अतो निर्वाणाय कर्मणः सिद्धिभूमयः कर्मभूमय इति, शेषास्तु विंशतिर्वंशाः सान्तरद्वीपा अकर्मभूमयो भवन्ति ।
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy