SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ તવાર્થાપિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂત્ર-૫ કાલ, મહાકાલ, અસિ, અસિપત્રવન, કુમ્મી, વાલુકા, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. પંદર પરમાધામી મિથ્યાદષ્ટિ પૂર્વજન્મમાં સંક્લિષ્ટ કર્મવાળા, પાપમાં અભિરતિવાળા, આસુરી ગતિને અનુપ્રાપ્ત કર્મક્લેશથી ઉત્પન્ન થયેલા, આ=પંદર પરમાધામી, તસ્વભાવપણાથી=બીજાને પીડા કરવાના સ્વભાવપણાથી, વિચિત્ર એવી ઉપપત્તિ દ્વારા નારકીના જીવોને વેદના ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે – તપ્ત અયોરસનું પાન, અત્યંત તપાવાયેલા લોઢાના સ્થંભનું આલિંગન, કુટશાલ્મલિના અગ્ર (ભાગ) ઉપર આરોપણ, અવતારણ, અયોધનથી અભિઘાત, વાસક્ષરતક્ષણ= રંધાથી શરીરને છોલીને ક્ષાર તેલનું અભિષેચન, લોઢાના કુંભમાં પકાવવું, અંબરીષ ભર્જન=કડાઈમાં શેકવું, યંત્રનું પીડા, લોઢાની ફૂલ-શલાકાથી ભેદન, કરવતથી પાટન, અંગારથી દહન, વાહન=વહન કરાવે, સૂચિ શાવલના અપકર્ષણરૂપ-સોય જેવા ઘાસવિશેષથી અપકર્ષણરૂપ, વિચિત્ર ઉપપત્તિ વડે પરમાધામી જીવો નારકીને વેદના ઉત્પન્ન કરે છે એમ પૂર્વ સાથે અવય છે. અને સિંહ, વાઘ, દીપડા, કૂતરા, શૃંગાલ, વરુ, કોક=કાંચિડો, માર્જર-બિલાડા, નોળિયો, સર્પ, કાગડો, ગીધ, ઘુવડ, બાજ આદિના ખાદનરૂપ વિચિત્ર ઉપપતિ વડે પરમાધામી તારકીઓને વેદના ઉત્પન્ન કરે છે. અને તપ્તવાલુકામાં અવતરણ, અસિપત્રના વનમાં પ્રવેશ, વૈતરણી નદીમાં અવતારણ, પરસ્પરના યોધન આદિરૂપ વિચિત્ર ઉપપતિ વડે પરમાધામી નારકીઓને વેદના ઉત્પન્ન કરે છે. તિ' શબ્દ પરમાધામી દ્વારા ઉત્પન્ન કરાયેલી વેદનાઓની સમાપ્તિ માટે છે. આ પ્રમાણે શંકા થાય – કયાં કારણથી તેઓ=પરમાધામી દેવો. આ પ્રમાણે કરે છે ? આ પ્રમાણે નારકીઓને વેદના કરે છે ? તિ' શબ્દ શંકાની સમાપ્તિમાં છે. આમાં પૂર્વમાં કરાયેલી શંકામાં, ઉત્તર અપાય છે – પાપકર્મની અભિરતિવાળા છે–પરમાધામી પાપકર્મમાં આનંદ લેવાના સ્વભાવવાળા છે, એ પ્રમાણે કહેવાયું છે. તે આ પ્રમાણે – ગાય, બળદ, પાડા, વરાહ, બકરા, કૂકડા, વાર્તક નામનું પક્ષી, લાવક નામના પક્ષી અને મુષ્ટિમલ્લોને યુદ્ધ કરાવનારા અને પરસ્પર હણતા તેઓને જોતાં, રાગદ્વેષથી અભિભૂત, અકુશલાનુબંધી પુણ્યવાળા મનુષ્યોને પરા પ્રીતિ થાય છે તે રીતે તે અસુરોને=પરમાધામી દેવતાઓને, નારકોને તે પ્રકારે તે કૃત્યો કરાવતાં અને અન્યોને હણતાં જોતા પરા પ્રીતિ ઉત્પન્ન થાય છે. દિકજે કારણથી, દુષ્ટ કંદર્પવાળા તેઓ તેવા પ્રકારના તારકીઓને જોઈને અટ્ટહાસ્યને મૂકે છે. વસ્ત્રના ઉલ્લેપ, અશ્વેડિત, આસ્ફોટિત, વલિત, તલ ઉપર તાલના નિપાતનને કરે છે અર્થાત્ નારકીઓની પીડાને જોઈને તે તે પ્રકારે હર્ષની અભિવ્યક્તિ કરનારા તે તે કૃત્યોને કરે છે અને મહાત્ સિંહનાદોને કરે છે અને તેઓના ભાવદોષના અનુકર્ષણનું તે ફલ છે એમ આગળ સાથે અવય છે. તેઓનું દેવપણું વિદ્યમાન હોવા છતાં પણ અને પ્રીતિનાં કારણો એવા કામનાના અન્ય પદાર્થો વિદ્યમાન હોવા છતાં પણ, માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્યથી ઉત્પન્ન થયેલા તીવ્ર
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy