________________
५०८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
३ नोअजीवौ ४ । तथा च बहुवचनेनापि चत्वार एव, जीवाः १ नोजीवाः २ अजीवाः ३ नोअजीवा ४ नेयाः, एकवचनप्रतिपत्त्येव, केवलं तु द्विवचनं बहुवचनं वा विशेष इत्येतदाह-एवं जीवौ जीवा इति । इतिशब्द आद्यार्थः, द्वित्वबहुत्वाकारितेषुद्विवचनबहुवचनाभ्यामुच्चारितेषु एवमेवाभ्युपगमो नैगमादीनाम् । अथैतांश्चतुरो विकल्पान् सङ्ग्रहनयः कथमभ्युपैतीति ? । उच्यते - सर्वसंग्रहेणेत्यादि । सर्वसङ्ग्रहेण सामान्यवस्तुग्राहिणा एकवचनद्विवचनान्ता विकल्पा नाभ्युपगम्यन्ते, तांश्च विकल्पान् दर्शयति-जीवो नोजीव વડે (અર્થાત્ બે સંખ્યા હોય ત્યારે) પણ ચાર વિકલ્પો સમજવા/વિચારવા. જેમ કે, ૧. નીવી ૨. નોનીવો ૩. અનીવો અને ૪. નોમનીવૌ । તેમજ બહુવચનપૂર્વક (બહુત્વ સંખ્યા હોય ત્યાર) પણ ચાર જ વિકલ્પો થાય છે. ૧. નીવા: ૨. નોનીવા: ૩. અનીવા અને ૪. નોઅનીવાઃ । આ તમામ વિકલ્પોમાં એકવચન ‘જીવ’ વગેરે શબ્દની જેમ નૈગમ વગેરે સર્વ નયો વડે બોધ થાય છે, એમ જાણવું. ફક્ત વિશેષ/તફાવત એટલો કે ત્યારે દ્વિવચન અથવા બહુવચનનો પ્રયોગ/ઉલ્લેખ કરવો. આ વાત સૂચવતાં ભાષ્યમાં કહે છે. નીવી, નીવા: કૃતિ । અર્થાત્ દ્વિવચન હોય (બે જીવ હોય) ત્યારે ‘નીવા’ વગેરે ચાર વિકલ્પો કહેવા અને બહુવચન (ઘણા જીવો) હોય ત્યારે નીવા: વગેરે ચાર ભેદો કહેવા. આમાં રૂતિ શબ્દ છે તે ‘આઘ’ (વગેરે) એવા અર્થમાં છે. આથી દ્વિવચન વડે નીવી કૃતિ એટલે નીવી વગેરે દ્વિવચનવાળા ચાર ભેદો લેવા અને નીવા કૃતિ એટલે નીવા: વગેરે બહુવચનવાળા ચાર પ્રકારો લેવા. અને નૈગમ આદિ સર્વ નયો વડે તેઓનો બોધ એકવચન પ્રયોગની જેવો જ સ્વીકારાય છે. (અર્થાત્ નીવા: એમ કહેવાતાં નૈગમ આદિ છ નયો વડે સર્વગતિના જીવોનો બોધ થાય છે અને એવંભૂત-નય વડે ભવસ્થ સંસારી જીવ જ જણાય છે, ઇત્યાદિ સ્વયં વિચારવું.)
* ‘જીવ' વગેરે ઉચ્ચારાતાં સર્વ-સંગ્રહનયનો અભિપ્રાય
પ્રશ્ન : આ ‘જીવ’ વગેરે ચારેય વિકલ્પોનો (ઉચ્ચાર થયે) સંગ્રહ-નય કેવા પ્રકારના બોધનો સ્વીકાર કરે છે ?
જવાબ : સંગ્રહનય બે પ્રકારે છે - (૧) દેશ-સંગ્રહ અને બીજો (૨) સર્વ-સંગ્રહ નય. તેમાંથી દેશ-સંગ્રહનયનો અભિપ્રાય તો પહેલાં નૈગમાદિ નયોનો વિચાર કરતાં જણાવી દીધો છે. પણ સર્વ-સંગ્રહ નયનો અભિપ્રાય જે કહેવો બાકી હતો તેને હવે ભાષ્યકાર