________________
સૂ૦ ૨૩]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३४९
संवादयितुं न सर्वत्र पृच्छ्यमानमर्थम्, एवं तदप्यवधिज्ञानं यत्र स्थितस्योपजातं तत्रस्थ एवोपलभते तेन नान्यत्रेति ।
भा० आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववच्च ।
टी० आनुगामिकमेतद्विपरीतमिति । यत्र वचिदाश्रयादावुत्पन्नं तस्मात् क्षेत्रान्तरगतस्यापि न प्रच्यवते, भास्करप्रकाशवत्, यथाऽऽदित्यमण्डलभवः प्रकाशः प्राच्यां दिशि प्रकाशनीयं प्राचीकशत् तथा प्रतीचीमुखचुम्बिनोऽपि सवितुस्तावत् तमवकाशमुद्द्योतयति, प्रकाशो मनागपि न क्षीयते, कुम्भरक्ततावद् वा भावनीयम्, न हि घटस्य पाकादुद्धृतस्य गृहतडाकादिनीतस्य रक्तता भ्रंशमश्नुते तद्वदानुगामिकमवधिज्ञानमिति । જેમ કોઈ નૈમિત્તિક એટલે કે નિમિત્તના આધારે ભવિષ્ય કહેનાર વ્યક્તિ તેને પુછાયેલ અર્થ સંબંધી જવાબ આપતાં અર્થાતુ ભવિષ્યનું કથન કરતાં કોઈક જ સ્થાને રહ્યો છતો સંવાદ = યથાર્થ કથન કરવાને સમર્થ થાય છે, પણ સર્વ ઠેકાણે પુછાયેલાં અર્થને વિષે સંવાદી કથન કરવાને સમર્થ બનતો નથી, એ પ્રમાણે આ અવધિજ્ઞાન પણ જે સ્થાનમાં રહ્યા છતાં ઉત્પન્ન થયું હોય તે સ્થાનમાં તે વ્યક્તિ રહ્યો હોય ત્યારે જ તેના વડે જાણે છે પણ અન્ય સ્થાનમાં ગયો હોય તો જાણી શકતો નથી.
ભાષ્ય : જે કોઈ સ્થાનમાં ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન તેનાથી અન્ય ક્ષેત્રમાં તેનો માલિક જાય છતાં પણ નાશ પામતું નથી, તે આનુગામિક અવધિજ્ઞાન કહેવાય. દા.ત. સૂર્યનો પ્રકાશ અને ઘડાનો રક્ત વર્ણ.
* દ્રષ્ટાંત-સહિત આનુગામિક અવધિજ્ઞાન : પ્રેમપ્રભા : આ આનુગામિક અવધિજ્ઞાન પૂર્વના ભેદ કરતાં વિપરીત છે. જે કોઈ આશ્રય = ઉપાશ્રય વગેરે સ્થાનમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી અન્ય સ્થાને તેનો માલિક જાય તો પણ સૂર્યના પ્રકાશની જેમ પડતું નથી.
સૂર્ય-મંડળમાંથી ઉત્પન્ન થનારો પ્રકાશ જેમ પૂર્વ દિશામાં પ્રકાશિત કરવા યોગ્ય વસ્તુને પ્રકાશિત કરે છે તેમ પશ્ચિમ દિશાના મુખને ચુંબતા/સ્પર્શતા એવા પણ સૂર્યનો પ્રકાશ તેટલાં જ તે આકાશને (દિશા-વિભાગને) પ્રકાશિત કરે છે, કિંતુ જરા પણ ઓછો પ્રકાશિત કરતો નથી. અથવા તો કુંભની = ઘડાના લાલવર્ણની જેમ આ ભેદનો વિચાર . પૂ. | થાપામુ. | ૨. 8.પૂ. | પૃ૬૦ ના. . ૩. હિના ત૭૦ 5. I