________________
દ્વિતીય પ્રકરણ વિષયપ્રવેશ
દર્શનનો ઉદ્ભવ
ભારત ધર્મપ્રધાન દેશ છે. તેણે સદા “હું અને “વિશ્વ' તથા તેમના પરસ્પર સંબંધને લઈને ચિન્તન અને મનન કર્યું છે. દ્રષ્ટા ઋષિઓએ ઐહિક ચિન્તાથી મુક્ત થઈને તે આત્મતત્ત્વની ગવેષણામાં પોતાની શક્તિ લગાવી છે જેની ધરી પર આ સંસારચક્ર ઘૂમે છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી. તેને પોતાની આસપાસના પ્રાણીઓ સાથે સંબંધ સ્થાપિત કરવો જ પડે છે. આત્મસાધના માટે પણ ચોતરફના વાતાવરણની શાન્તિ અપેક્ષિત રહે છે. વ્યક્તિ ઇચ્છે છે કે હું પોતે નિરાકુળ કેવી રીતે થાઉં? રાગ-દ્વેષ આદિ દ્વન્દોથી પર બનીને નિર્તન્દ્ર દશામાં કેવી રીતે પહોંચે? અને સમાજ તથા વિશ્વમાં સુખ-શાન્તિનું રાજ કેવી રીતે સ્થપાય ? આ બે ચિન્તાઓમાથી સમાજરચનાના અનેક પ્રયોગ નિષ્પન્ન થયા છે અને થતા રહે છે. વ્યક્તિની નિરાકુળ બનવાની પ્રબળ ઇચ્છાએ તેને એ વિચારવાની ફરજ પાડી કે આખર “વ્યક્તિ છે શું? શું તે જન્મથી મરણ સુધી ટકનારો ભૌતિક પિંડ જ છે કે મૃત્યુ પછી પણ તેનું સ્વતંત્રપણે અસ્તિત્વ રહે છે? ઉપનિષદના ઋષિઓને જ્યારે આત્મતત્ત્વના વિવાદ પછી સુવર્ણ, ગાયો અને દાસીઓનો પરિગ્રહ કરતા જોઈએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે આ આત્મચર્ચા શું કેવળ લૌકિક પ્રતિષ્ઠાનું સાધન માત્ર જ છે ? શું એટલા માટે બુદ્ધ આત્માના પુનર્જન્મને “અવ્યાકરણીય' દર્શાવ્યો ? આ બધા એવા પ્રશ્નો છે જેમણે આત્મજિજ્ઞાસા' જન્માવી અને જીવનસંઘર્ષે સામાજિક રચનાના આધારભૂત તત્ત્વોની ખોજ તરફ માનવને પ્રવૃત્ત કર્યો. પુનર્જન્મની અનેક ઘટનાઓએ કૌતૂહલ ઉત્પન્ન કર્યા. અત્તે ભારતીય દર્શનો આત્મતત્ત્વ, પુનર્જન્મ અને તેની પ્રક્રિયાના વિવેચનમાં પ્રવૃત્ત થયાં. બૌદ્ધદર્શનમાં આત્માની અભૌતિકતાનું સમર્થન તથા તે અંગેનો શાસ્ત્રાર્થ પછીના કાળમાં અવશ્ય આવ્યાં છે, પરંતુ મૂળમાં બુદ્ધ આત્માના