SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ જૈનદર્શન ઘટસન્તતિની જગાએ ઠીકરીઓની સત્તતિ ઉત્પન્ન કરી. આમ જેને આપણે નાશનું કારણ માનીએ છીએ તે ખરેખર નાશનું કારણ જ નથી પણ વિસદશસન્નતિના ઉત્પાદનું જ કારણ છે. (અનુવાદક)] (૨) ઉત્તરપક્ષ - પરંતુ ક્ષણિક પરમાણુરૂપ પદાર્થ માનવાથી સ્કન્ધ અવસ્થા ૧. દિગ્રાગ આદિ આચાર્યો દ્વારા પ્રતિપાદિત ક્ષણિકવાદ આ જ રૂપમાં બુદ્ધને અભિપ્રેત ન હતો એ વિષયની ચર્ચા પ્રોફેસર દલસુખભાઈજીએ જૈનતર્કવાર્તિકટિપ્પણમાં (પૃ. ૨૮૧) આ રીતે કરી છે - “આ વિષયમાં પહેલી વાત ધ્યાન દેવા જેવી એ છે કે ભગવાન બુદ્ધ ઉત્પાદ, સ્થિતિ અને વ્યય એ ત્રણના ભિન્ન ક્ષણો માન્યા હતા એવું અંગુત્તરનિકાય અને અભિધર્મ ગ્રન્થો જોવાથી જણાય છે. (૩પરિતિમવન ઉત્તય પરિવહi નામનું ત િવન સત્તા વિરહુનિ પધમ્માન માયા અભિધમ્મત્વ. ૪.૮). અંગુત્તરનિકામાં સંસ્કૃતનાં ત્રણ લક્ષણો દર્શાવ્યાં છે – સંસ્કૃત વસ્તુનો ઉત્પાદ થાય છે, વ્યય થાય છે અને સ્થિતિનું અન્યથા– થાય છે. આમાંથી ફલિત થાય છે કે પ્રથમ ઉત્પત્તિ, પછી જરા અને પછી વિનાશ આ ક્રમે વસ્તુમાં અનિત્યતા અર્થાત ક્ષણિકતા સિદ્ધ છે. ચિત્તક્ષણ ક્ષણિક છે એનો અર્થ એ છે કે તે ત્રણ ક્ષણ સુધી છે. પ્રાચીન બૌદ્ધ શાસ્ત્રમાં માત્ર ચિત્ત અર્થાતુ નામને જ યોગાચારની જેમ વસ્તુસતુ માન્યું નથી. અને તેનું આયુ યોગાચારની જેમ એક ક્ષણનું નથી પણ ત્રણ ક્ષણનું છે, રૂપનું આયુ સ્વસંમત ચિત્તની જેમ ત્રણ ક્ષણનું નહિ પણ ૧૭ ક્ષણનું માન્યું છે. આ ૧૭ ક્ષણ પણ સમયના અર્થમાં નહિ પરંતુ ૧૭ ચિત્તક્ષણના અર્થમાં લીધા છે અર્થાત વસ્તુતઃ એક ચિત્તક્ષણ બરાબર ત્રણ ક્ષણ હોવાથી ૫૧ ક્ષણનું આયુ રૂપનું મનાયું છે. જો અભિધમ્મત્યસંગહકારે જે કહ્યું છે તેવું જ ભગવાન બુદ્ધને અભિપ્રેત હોય તો કહેવું પડે કે બુદ્ધસમ્મત ક્ષણિકતા અને યોગાચારસમ્મત ક્ષણિકતામાં મહત્ત્વપૂર્ણ અન્તર છે... સર્વાસ્તિવાદીઓના મતે “સતુની વૈકાલિક અસ્તિત્વ સાથે વ્યામિ છે. જે સતુ છે અર્થાત્ વસ્તુ છે તે ત્રણે કાળમાં અસ્તિ છે. વસ્તુને સર્વ અર્થાત્ ત્રણે કાળમાં અસ્તિ માનવાના કારણે જ તે વાદનું નામ સર્વાસ્તિવાદ પડ્યું છે. (જુઓ સિસ્ટમ ઑફ બુદ્ધિસ્ટ થોટ, પૃ., ૧૦૩). સર્વાસ્તિવાદીઓએ રૂપપરમાણુને નિત્ય માનીને તેમાં પૃથ્વી, અપુ, તેજ અને વાયુરૂપ થવાની શક્તિ માની છે. (એજન, પૃ. ૧૩૪,૧૩૭). ..સર્વાસ્તિવાદીઓએ તૈયાયિકોની જેમ પરમાણુસમુદાયજન્ય અવયવીને અતિરિક્ત નહિ પરંતુ પરમાણસમુદાયને જ અવયવી માન્યો છે. બન્નેએ પરમાણુને નિત્ય માનવા છતાં પણ સમુદાય અને અવયવીને અનિત્ય માન્યા છે. સર્વાસ્તિવાદીઓએ એક જ પરમાણુની, અન્ય પરમાણુ સાથે સંસર્ગ થવાથી, અનેક અવસ્થાઓ માની છે અને આ જ અનેક અવસ્થાઓને યા સમુદાયોને અનિત્ય માનેલ છે, પરમાણુને નહિ (એજન, પૃ. ૧૨૧, ૧૩૭).” જૈનતર્કવાર્તિકટિપ્પણ, પૃ. ૨૮૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy