SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૩૪૧ અર્થક્રિયા જ પરમાર્થસનું વાસ્તવિક લક્ષણ છે. કોઈ પણ અર્થક્રિયા કાં તો ક્રમથી થાય છે કાં તો યુગપત્. નિત્ય અને એકસ્વભાવવાળા પદાર્થમાં ન તો ક્રમથી અર્થક્રિયા સંભવે છે કે ન તો યુગપત. તેથી ક્રમ અને યૌગપદ્યના અભાવમાં તેનાથી વ્યાપ્ત અર્થક્રિયા નિવૃત્ત થઈ જાય છે અને અર્થક્રિયાના અભાવમાં તેનાથી વ્યાપ્ત સત્ત્વ નિવૃત્ત થઈને નિત્ય પદાર્થને અસત્ સિદ્ધ કરી દે છે.' સહકારીઓની અપેક્ષાથી નિત્ય પદાર્થમાં ક્રમ ઘટી શકતો નથી કેમ કે નિત્ય પદાર્થ જ્યારે સમર્થ છે ત્યારે તેને સહકારીઓની અપેક્ષા જ ન હોવી જોઈએ. જો સહકારી કારણો નિત્ય પદાર્થમાં કોઈ અતિશય યા વિશેષતા ઉત્પન્ન કરતાં હોય તો તે સર્વથા નિત્ય ન રહી શકે. જો કોઈ વિશેષતા ઉત્પન્ન ન કરતાં હોય તો તેમનું મળવું ન મળવા બરાબર જ છે. નિત્ય એકસ્વભાવ પદાર્થ જ્યારે પ્રથમક્ષણભાવી કાર્ય કરે છે ત્યારે અન્ય કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તેનામાં છે કે નહિ? જો હોય તો બધાં કાર્યો એક સાથે ઉત્પન્ન થવા જોઈએ. જો ન હોય અને સહકારીઓ મળતાં તે સામર્થ્ય આવતું હોય તો તે નિત્ય અને એકરૂપ ન રહી શકે. તેથી પ્રતિક્ષણ પરિવર્તનશીલ પરમાણુરૂપ પદાર્થો જ પોતપોતાની સામગ્રી અનુસાર વિભિન્ન કાર્યોના ઉત્પાદક બને છે. ચિત્તક્ષણ પણ આ રીતે જ ક્ષણપ્રવાહરૂપ છે, અપરિવર્તનશીલ અને નિત્ય નથી. આ જ ક્ષણપ્રવાહમાં પ્રાપ્ત વાસના અનુસાર પૂર્વેક્ષણ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરતો પોતાના અસ્તિત્વને નિઃશેષ કરી નાખે છે. એકત્વ અને શાશ્વતિકતા ભ્રમ છે. ઉત્તરક્ષણનો પૂર્વની સાથે એટલો જ સંબંધ છે કે તે તેનાથી ઉત્પન્ન થયો છે અને તેનું જ તે સર્વસ્વ છે. જગત કેવળ પ્રતીત્યસમુત્પાદ જ છે. “આનાથી આ ઉત્પન્ન થાય છે આ અનવરત કારણકાર્યપરંપરા નામ અને રૂપ બધામાં ચાલ્યા જ કરે છે. નિર્વાણ અવસ્થામાં પણ આ જ ક્રમ ચાલુ રહે છે. અન્તર એટલું જ છે કે જે ચિરસન્નતિ સામ્રવ હતી તે નિર્વાણમાં નિરાસવ બની જાય છે. વિનાશનો પોતાનો પણ એક ક્રમ છે. મુદ્ગરનો અભિઘાત થતાં જે ઘટક્ષણ આગળ બીજા સમર્થ ઘટન ઉત્પન્ન કરતો હતો તે અસમર્થ, અસમર્થતર અને અસમર્થતમ ક્ષણોને ઉત્પન્ન કરતો પાલની ઉત્પત્તિમાં કારણ બને છે. તાત્પર્ય એ કે ઉત્પાદ સહેતુક છે, નહિ કે વિનાશ. વિનાશને કોઈ હેતુની અપેક્ષા નથી, તે તો સ્વભાવતઃ પ્રતિક્ષણ થતો જ રહે છે. [ઘટને લાકડીનો ફટકો મારવાથી ઘટનો નાશ થતો નથી, તે તો સ્વભાવતઃ થવાનો જ હતો, લાકડીના ફટકાએ તો કેવળ ૧. મેળ યુપવારે યમાવયિતિ: || ન મવતિ સ્થિર માવા નિ:સર્વતે તો મત: તત્ત્વસંગ્રહ, શ્લોક ૩૯૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy