________________
૨૦૦
જૈનદર્શન સહાયતાની અપેક્ષા રાખતું નથી તે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષ છે અને ઇન્દ્રિય . અને મનથી ઉત્પન્ન થતું જ્ઞાન પરોક્ષ છે. આ રીતે આગમિક ક્ષેત્રનો સમ્યક-મિથ્યા વિભાગ અને પ્રત્યક્ષ-પરોક્ષ વિભાગ બન્ને વિભાગોના આધારો દાર્શનિક ક્ષેત્રના વિભાગોના આધારોથી બિલકુલ જ જુદા પ્રકારના છે. જૈન દાર્શનિકોની સામે ઉપર્યુક્ત આગમિક પરંપરાને દાર્શનિક ઢાંચામાં ઢાળવાનો મહાન કાર્યક્રમ હતો, જેને સુવ્યવસ્થિત રૂપમાં નિભાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પ્રમાણનું સ્વરૂપ
પ્રમાણ
પ્રમાણનો સામાન્યપણે વ્યુત્પત્તિલભ્ય અર્થ છે – “પ્રમીયતે વેન તત પ્રમાણ” એટલે કે જેના દ્વારા પદાર્થોનું જ્ઞાન થાય તે દ્વારનું નામ પ્રમાણ છે. બીજા શબ્દોમાં . પ્રમાનું જે સાધકતમ કરણ હોય તે પ્રમાણ છે. આ સામાન્ય નિર્વચનમાં તો કોઈ વિવાદ ન હોવા છતાં પણ તે દ્વારની બાબતમાં વિવાદ છે. નૈયાયિક આદિ પ્રમાનું સાધકતમ કરણ ઇન્દ્રિય અને સગ્નિકર્મને માને છે જ્યારે જૈન અને બૌદ્ધ જ્ઞાનને જ પ્રમાનું સાધકતમ કરણ કહે છે. જૈન દર્શનની દષ્ટિ એ છે કે જાણવાની ક્રિયા યા અમારૂપ ક્રિયા કેમ કે ચેતન છે એટલે તેનું સાધકતમ કરણ તેનો ગુણ જ હોઈ શકે, અચેતન સત્રિકર્ષ આદિ ન હોઈ શકે કારણ કે સમિકર્ષ આદિ હોવા છતાં પણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને સત્રિકર્ષ આદિના અભાવમાં પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જાણવાની ક્રિયાનું સાક્ષાત્ અવ્યવહિત કારણ જ્ઞાન જ છે, સત્રિકર્ષ આદિ નથી. પ્રમિતિ યા પ્રમા અજ્ઞાનનિવૃત્તિરૂપ હોય છે. આ અજ્ઞાનનિવૃત્તિનું કરણ અજ્ઞાનનું વિરોધી જ્ઞાન જ હોઈ શકે છે, જેમ કે અન્ધકારની નિવૃત્તિમાં અંધકારનો વિરોધી પ્રકાશ કરણ છે. ઇન્દ્રિય, સન્નિકર્ષ આદિ ખુદ અચેતન છે, તેથી જ અજ્ઞાનરૂપ હોવાના કારણે પ્રમિતિનું સાક્ષાત્ કરણ ન બની શકે. જો કે ક્યાંક ક્યાંક ઇન્દ્રિય, સજ્ઞિકર્ષ આદિ જ્ઞાનની ઉત્પાદક સામગ્રીમાં સામેલ છે, પરંતુ સાર્વત્રિક અને સાર્વકાલિક અન્વય-વ્યતિરેક ન મળવાના કારણે તેમની કારણતા અવ્યાપ્ત બની જાય છે. આખરે ઇન્દ્રિય આદિ જ્ઞાનના ઉત્પાદક ભલે હોય તેમ છતાં પણ જાણવાની ક્રિયામાં સાધકતમતા અર્થાત્ અવ્યવહિતકારણતા તો જ્ઞાનની જ છે, નહિ કે જ્ઞાનથી વ્યવહિત ઈન્દ્રિય આદિની, જેમ કે અન્ધકારની નિવૃત્તિમાં દીપક જ સાધકતમ બની શકે છે, નહિ કે તેલ, વાટ ઈત્યાદિ. સામાન્યપણે જે ક્રિયા જે
૧. સન્નિતિજ્ઞાનચ પ્રાથમનપત્રમન્તરવત્ / લઘયઢય, સ્વવૃત્તિ, ૧.૩.