________________
૧૬૮
જૈનદર્શન થઈ જાય છે. કેમ કે આ બન્ધ બે સ્વતંત્ર દ્રવ્યોનો છે એટલે તે તૂટી શકે છે યા એ અવસ્થાએ તો અવશ્ય પહોંચી શકે છે જ્યારે સાધારણ સંયોગ ચાલુ રહેવા છતાં પણ આત્મા તેનાથી જલકમલવત્ નિસંગ અને નિર્લેપ બની જાય છે.
આજ આ અશુદ્ધ આત્માની દશા અર્ધભૌતિક જેવી છે. જો ઇન્દ્રિયો ન હોય તો જોવા અને સાંભળવા આદિની શક્તિ હોવા છતાં પણ તે શક્તિ જેવી ને તેવી પડી રહે છે અને જોવાનું અને સાંભળવાનું બનતું નથી. વિચારશક્તિ હોવા છતાં પણ જો મસ્તિષ્ક બરાબર ન હોય તો વિચાર અને ચિંતન થઈ શકતાં નથી. જો પક્ષાઘાત થઈ જાય તો શરીર જોવામાં તો તેવું જ જણાય છે પરંતુ બધું શુન્ય બની જાય છે. નિષ્કર્ષ એ કે અશુદ્ધ આત્માની દશા અને તેનો સઘળો વિકાસ ઘણોબધો પુદ્ગલને અધીન છે. બીજું તો જવા દો જીભના અમુક અમુક ભાગમાં અમુક અમુક રસ પરખવાની, સ્વાદવાની નિમિત્તતા દેખાય છે. જો જીભના અડધા ભાગમાં લકવા થઈ જાય તો બાકી બચેલા ભાગથી કેટલાક રસોનું જ્ઞાન થઈ શકે છે, બાકીના રસોનું જ્ઞાન થઈ શકતું નથી. આ જીવનનાં જ્ઞાન, દર્શન, સુખ, રાગ, દ્વેષ, કલાવિજ્ઞાન આદિ બધા ભાવો ઘણું ખરું આ જીવનપર્યાયને અધીન છે.
એક મનુષ્ય જીવનભર પોતાના જ્ઞાનનો ઉપયોગ વિજ્ઞાન યા ધર્મના અધ્યયનમાં કરે છે, યુવાનીમાં તેના મસ્તિષ્કમાં ભૌતિક ઉપાદાન સારાં અને પ્રચુર માત્રામાં હતા એટલે તેના તખ્તઓ ચૈતન્યને જાગ્રત રાખતા હતા. ઘડપણ આવતાં જયારે તેનું મસ્તિષ્ક શિથિલ થઈ જાય છે ત્યારે વિચારશક્તિ લુપ્ત થવા માંડે છે અને સ્મરણ મદ પડી જાય છે. તે જ વ્યક્તિ પોતાની યુવાનીમાં પોતે જ લખેલા લેખને જો ઘડપણમાં વાચે છે તો તેને પોતાને જ આશ્ચર્ય થાય છે. ક્યારેક ક્યારેક તો તેને એ વિશ્વાસ જ નથી બેસતો કે એ તેણે જ લખ્યું હશે. મસ્તિષ્કની કોઈ ગ્રન્થિ બગડી જાય છે તો મનુષ્ય ગાંડો બની જાય છે. મગજનો ઝૂ ખસી જાય કે ઢીલો પડી જાય તો ઉન્માદ, સંદેહ, વિક્ષેપ અને ઉદ્વેગ આદિ અનેક પ્રકારની ધારાઓ જીવનને જ બદલી નાખે છે. મસ્તિષ્કના વિવિધ ભાગોમાં વિભિન્ન પ્રકારના ચેતન ભાવોને જાગૃત કરવા માટેના વિશેષ ઉપાદાનો રહેતાં હોય છે.
મને એક એવા યોગીનો અનુભવ છે જેને શરીરની નસોનું વિશિષ્ટ જ્ઞાન હતું. તે મસ્તિષ્કની અમુક ખાસ નસને દબાવતા તો મનુષ્યને હિંસા અને ક્રોધના ભાવો થતા હતા. બીજી જ ક્ષણે અમુક અન્ય નસ તે દબાવતા તો તરત જ દયા અને કરુણાના ભાવો પેલા મનુષ્યમાં જાગૃત થતા હતા અને તે રુદન કરવા લાગતો હતો, ત્રીજી નસને દબાવતાં જ પેલા મનુષ્યમાં લોભનો તીવ્ર ઉદય થતો હતો અને તેને