________________
૧૪૨
- જેનદર્શન થાય છે, પુદ્ગલો સાથે અથડાય છે, પુગલો વડે રોકાય છે, પુગલોને રોકે છે, પુદ્ગલમાં ભરવામાં આવે છે તે પૌદ્ગલિક જ હોઈ શકે છે. તેથી શબ્દગુણના આધારના રૂપમાં આકાશનું અસ્તિત્વ ન માની શકાય. ન તો પુદ્ગલદ્રવ્યનું જ પરિણમન આકાશ હોઈ શકે છે કેમ કે એક જ દ્રવ્યનાં મૂર્તિ અને અમૂર્ત, વ્યાપક અને અવ્યાપક આદિ બે વિરુદ્ધ પરિણમનો હોઈ શકતાં નથી. આકાશ પ્રકૃતિનો વિકાર નથી
સાંખ્યો એક પ્રકૃતિ તત્ત્વ માનીને તેનાં પૃથ્વી આદિ ભૂતો અને આકાશ એ બન્ને પરિણમનો માને છે. પરંતુ વિચારણીય વાત એ છે કે એક પ્રકૃતિએ ઘટ-પટ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આદિ અનેક ભૌતિક કાર્યોના આકારમાં પરિણમન કરવું યુક્તિ અને અનુભવ બન્નેની વિરુદ્ધ છે, કેમ કે જગતના અનન્ત રૂપી ભૌતિક કાર્યોની પોતાની પૃથક પૃથક્ સત્તા જોવામાં આવે છે. સત્ત્વ, રજસું અને તમન્ આ ત્રણ ગુણોનુ સારશ્ય જોઈને તે બધાં ભૌતિક કાર્યોને એકજાતીય યા સમાનજાતીય તો કહી શકાય પણ એક ન કહી શકાય. કંઈક સમાનતા હોવાના કારણે કાર્યોનું એક કારણથી ઉત્પન્ન હોવું પણ જરૂરી નથી. ભિન્ન ભિન્ન કારણોથી ઉત્પન્ન થનારા સેંકડો ઘટ, પટ આદિ કાર્ય કંઈ ને કંઈ જડત્વ આદિના રૂપમાં સમાનતા ધરાવે જ છે. વળી, મૂર્તિક અને અમૂર્તિક, રૂપ અને અરૂપી, વ્યાપક અને અધ્યાપક, સક્રિય અને નિષ્ક્રિય આદિ રૂપ વિરુદ્ધ ધર્મવાળા પૃથ્વી આદિ અને આકાશને એક પ્રકૃતિનાં જ પરિણમનો માનવા એ તો બ્રહ્મવાદની માયામાં જ એક દષ્ટિએ સમાઈ જવું છે. બ્રહ્મવાદ તો એથીય આગળ વધીને ચેતન અને અચેતન બધા પદાર્થોને એક બ્રહ્મના જ વિવર્તો માને છે, અને આ સાંખ્યો સમસ્ત જડોને એક જડ પ્રકૃતિના જ પર્યાયો માને છે.
જો ત્રિગુણાત્મકતાનો અન્વય હોવાથી બધા એક ત્રિગુણાત્મક કારણથી સમુત્પન્ન છે તો આત્મત્વનો અન્વય બધા આત્માઓમાં છે તથા સત્તાનો અન્વય ચેતન અને અચેતન બધા પદાર્થોમાં છે એટલે આ બધાને પણ એક તસતુ કારણથી ઉત્પન્ન થયેલા માનવા પડશે, જે પ્રતીતિ અને વૈજ્ઞાનિક પ્રયોગ બન્નેની વિરુદ્ધ છે. પોતપોતાનાં વિભિન્ન કારણોથી ઉત્પન્ન થતા સ્વતન્ન જડ-ચેતન અને મૂર્ત-અમૂર્ત આદિ વિવિધ પદાર્થોમાં અનેક પ્રકારનાં પર-અપર સામાન્યોનું સાદશ્ય જોવામાં આવે છે, પરંતુ એટલા માત્રથી બધા એક બની શકે નહિ. તેથી આકાશ પ્રકૃતિનો પર્યાય ન હોતા એક સ્વતન્ન દ્રવ્ય છે જે અમૂર્ત, નિષ્ક્રિય, સર્વવ્યાપક અને અનન્ત છે.