________________
પ્રકાશકીય શાસનસમ્રાટ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત “જૈનદર્શન' ગ્રન્થ વાચકોના હસ્તકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત ગ્રન્થ પ્રસિદ્ધ વિદ્વાન ડો. મહેન્દ્રકુમાર જૈને હિંદીમાં લખેલ જૈનદર્શન” ગ્રન્થનો ગુજરાતી અનુવાદ છે. તેમાં જૈન તત્ત્વજ્ઞાનના સઘળા સિદ્ધાન્તોનું સાંગોપાંગ નિરૂપણ અને વિવેચન છે. ડૉ. નગીનભાઈ શાહનો ગુજરાતી અનુવાદ સુવાચ્ય અને વિશદ છે. આ ગુજરાતી અનુવાદ દ્વારા ગુજરાતીભાષી વિશાળ જૈન મુનિસમુદાય તેમજ શ્રાવકસમુદાયની જૈન તત્ત્વજ્ઞાન વિશેની જિજ્ઞાસા સારી રીતે સંતોષાશે એવી અમને આશા છે.
જિનાગમ, જૈન સાહિત્ય તથા જૈન તત્ત્વજ્ઞાનથી સુપરિચિત વિર્ય પૂજય સૂરિભગવંતો, પૂજય પદસ્થો, પૂજય સાધુ-સાધ્વીભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રન્થાગાર-જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રન્થો, પ્રમાણમીમાંસા, જૈન ધર્મ-દર્શન, જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ (બે ભાગમાં), તર્કરહસ્યદીપિકા (ગુજરાતી અનુવાદ) તથા પ્રસ્તુત ગ્રન્થ વિષે આપનો અભિપ્રાય તથા સલાહસૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો.
આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી સ્વ. ચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્યશ્રી સ્વ. અશોકચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય