________________
ચોથા અધ્યાયમાં પ૩ સૂત્રો છે. તેમાં ચાર પ્રકારના દેવોના સ્વરૂપ, ભેદ, આયુષ્ય વગેરે પદાર્થો બતાવ્યા છે.
પાંચમા અધ્યાયમાં ૪૪ સૂત્રો છે. તેમાં અજીવતત્ત્વ, પાંચ દ્રવ્યો, તેમના ઉપકાર, સતુ, પુદ્ગલોનો બંધ, કાળ, ગુણ, પરિણામ વગેરેનું વર્ણન કર્યું છે.
છઠ્ઠી અધ્યાયમાં ૨૬ સૂત્રો છે. તેમાં આસ્રવતત્ત્વના સ્વરૂપ, ભેદ વગેરે બતાવ્યા છે.
સાતમા અધ્યાયમાં ૩૪ સૂત્રો છે. તેમાં અણુવ્રત, મહાવ્રત, મહાવ્રતોની ભાવના, અવ્રત, શ્રાવકના બાર વ્રત, વ્રતોના અતિચારો, દાન વગેરેનું વર્ણન કર્યું છે.
આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્રો છે. તેમાં બંધતત્ત્વ, બંધહેતુઓ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, પુષ્ય, પાપ વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે.
નવમા અધ્યાયમાં ૪૯ સૂત્રો છે. તેમાં સંવરતત્ત્વ, નિર્ચન્થો વગેરેનું વર્ણન કર્યું છે.
દશમા અધ્યાયમાં ૭ સૂત્રો છે. તેમાં મોક્ષતત્ત્વ, સિદ્ધોની બાર દ્વારોથી વિચારણા વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. '
આમ આ નાના ગ્રંથમાં ગ્રન્થકારે અનેકાનેક પદાર્થોનો સંગ્રહ કર્યો છે. તેમણે બિંદુમાં સિંધુ સમાવવા પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથ લગભગ ૧૯૮ શ્લોકપ્રમાણ છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર શ્રીઉમાસ્વાતિવાચકજીએ ભાષ્ય પણ રચેલું છે. તે ૨, ૨૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં શરૂઆતમાં ૩૧ સંબંધકારિકાઓ છે. અંતે અંતિમોપદેશની ૩૨ કારિકાઓ અને પ્રશસ્તિની ૬ ગાથાઓ છે. ભાષ્યમાં ગ્રન્થકારે મૂળસૂત્રોના રહસ્યો સંક્ષેપમાં ખોલ્યા છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. તેમાં વર્તમાનકાળે ઉપલબ્ધ ટીકાઓમાં સૌથી મોટી ટીકા શ્રીસિદ્ધસેનગણિ