________________
સ્થાવર જીવો
પ૭
તેમને સ્પર્શનેન્દ્રિય નામની એક જ ઇન્દ્રિય હોય છે. તે પાંચ પ્રકારના છે – (સૂત્ર-૨/૧૩)
() પૃથ્વીકાય - પૃથ્વીરૂપ શરીરવાળા જીવો તે પૃથ્વીકાય. દા.ત. શુદ્ધ પૃથ્વી, કાંકરા, રેતી, પથ્થર, શિલા, મીઠું, ક્ષાર, લોઢું, સીસુ, તાંબુ, ચાંદી, સોનુ, વજ, હરતાળ, હિંગળોક, પારો, સમ્યકરન, સુરમો, પરવાળા, અબરખ, ગોમેદ રત્ન, ચક રત્ન, અંક રત્ન,
સ્ફટિક રત્ન, લોહિતાક્ષ રત્ન, મરકત રત્ન, મસારગલ રત્ન, ભુજંગ રત્ન, ઈન્દ્રનીલ રત્ન, ચંદન રત્ન, નૈરિક રત્ન, હંસગર્ભ રત્ન, પુલક રત્ન, સૌગન્ધિક રત્ન, ચંદ્રકાંત મણિ, સૂર્યકાંત મણિ, વૈડૂર્ય રત્ન, જલકાન્ત રત્ન વગેરે. તેમના શરીરનો આકાર મસુરની દાળ જેવો છે. | (૨) અપકાય - પાણીરૂપ શરીરવાળા જીવો તે અકાય. દા.ત.
ઓસ, ઝાકળ, ધૂમ્મસ, કરા, વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, શુદ્ધ પાણી, ગરમ પાણી વગેરે. તેમના શરીરનો આકાર પાણીના પરપોટા જેવો છે.
(૩) તેઉકાય - અગ્નિરૂપ શરીરવાળા જીવો તે તેઉકાય. દા.ત. અંગારા, વાળા, અંબાળીયુ, અગ્નિ, તણખા વગેરે. તેમના શરીરનો આકાર સોયના સમૂહ જેવો છે.
(૪) વાયુકાય - વાયુરૂપ શરીરવાળા જીવો તે વાયુકાય. દા.ત. પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, ઉત્કલિકા વાયુ, ગોળ ગોળ ફરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે. તેમના શરીરનો આકાર ધજા જેવો છે.
(૫) વનસ્પતિકાય - વનસ્પતિરૂપ શરીરવાળા જીવો તે વનસ્પતિકાય. તેમના શરીરનો આકાર અનેક પ્રકારનો છે. તેમના બે પ્રકાર છે –