________________
પદ
અમનસ્ક જીવો
(૨) દીર્ઘકાલિકી સંજ્ઞા - જેમાં ઈહા-અપોહ થાય, ગુણ-દોષની વિચારણા થાય, ત્રણે કાળની વિચારણા થાય તે.
(૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા - સમ્યગ્દષ્ટિ જીવોને હોય તે. બીજી રીતે સંજ્ઞાઓ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે –
૧) આહારસંશા - અસાતાવેદનીયના ઉદયથી આહારની અભિલાષા થવા પૂર્વક વિશિષ્ટ પુગલોને ગ્રહણ કરવા તે આહાર સંજ્ઞા. ૨) ભયસંજ્ઞા - ભય પામવો તે ભયસંશા.
૩) મૈથુનસંજ્ઞા - પુરુષવેદ વગેરે વેદના ઉદયથી દિવ્ય-દારિક સંબંધની અભિલાષા થવી તે મૈથુનસંજ્ઞા.
૪) પરિગ્રસંશા - મૂચ્છ એ પરિગ્રહસંજ્ઞા.
૨) અમનસ્ક જીવો - જે જીવોને માત્ર ભાવમન હોય, પણ દ્રવ્યમન ન હોય તે અમનસ્ક જીવો. સંમૂચ્છિમ મનુષ્યો, સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચો, વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય એ અમનસ્ક જીવો છે.
અસંશી જીવો અમનસ્ક છે. જેને દીર્ઘકલિકી સંજ્ઞા ન હોય તેવા અસંજ્ઞી જીવો અહીં લેવા.
સંસારી જીવોના બીજી રીતે બે પ્રકાર છે - સ્થાવર અને ત્રાસ. (સૂત્ર-૨/૧૨)
૧) સ્થાવર - જેઓ તાપ આદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકતા નથી, જેમના સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે અસ્પષ્ટ હોય છે તે સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવો તે સ્થાવર.