________________
૫૪
મા ઉપયોગના બે પ્રકાર ૧) ચક્ષુદર્શનોપયોગ - આંખથી થતો સામાન્ય બોધ.
૨) અચક્ષુદર્શનોપયોગ - આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મનથી થતો સામાન્ય બોધ.
૩) અવધિદર્શનોપયોગ – અમુક મર્યાદામાં રહેલ રૂપી પદાર્થોનો સામાન્ય બોધ.
૪) કેવળદર્શનોપયોગ – લોકાલોકના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો સામાન્ય બોધ.
જે બહારથી ખાલી થાય છે તે અંદરથી ભરાય છે. જે બહારથી શૂન્ય બને છે તે અંદરથી પૂર્ણ બને છે. જેને કંઈ જોઈતું નથી તેને બધું મળે છે. જે દોડે છે તે ભટકે છે. જે સ્થિર થાય છે તે પહોંચે છે. સૂતેલાઓની વચ્ચે જાગતા રહેવું. તીવ્ર બુદ્ધિવાળા પંડિત આયુષ્યનો વિશ્વાસ ન કરવો. કાળ નિર્દય છે. શરીર અબળ
છે. માટે ભારેડ પક્ષીની જેમ અપ્રમત્ત રહેવું. • કીર્તિનો જાદુ પ્રેમના તમામ આકર્ષણને ટપી જાય છે, કારણ
કે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ પણ તેને દૂર કરી શકતા નથી • ચિંતન કરવા માટે ટોળાથી દૂર જવું જોઈએ અને ક્રિયાશીલ
બનવા માટે ટોળામાં ઓગળી જવું જોઈએ. • પ્રભુ તો એવા પ્રેમાળ છે કે તેને મેળવવા તમે એકાદું પગલું
ભરશો તો તે તમને મળવા સામેથી આવશે. • હે પ્રભુ ! જો કોઈવાર તારા આહ્વાનથી મારી ઊંઘ ન ઊડી
જાય તો તું મને પજવેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો.