________________
४८८
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૮) ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રાનિદ્રનિદ્રામચલાપ્રચલપ્રચલા સ્થાનગૃદ્વિવેદનીયાનિ ચ.
(૮) ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ (એ દર્શનાવરણકર્મના નવ ભેદ છે). (૯) સદસદ્ધશે.
(૯) સાતવેદનીય અને અસતાવેદનીય (એ વેદનીયકર્મના બે ભેદ છે). (૧૦) દર્શનચારિત્રમોહનીયકષાયનોકષાયવેદનીયાખ્યાસ્ત્રિક્રિષોડશનવમેદાઃ સમ્યત્વમિથ્યાત્વતદુભયાનિ કષાયનોકષાયાવનતાનુબધ્યપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણસંજ્વલન-વિકલ્પાશ્ચકશઃ ક્રોધમાનમાયાલોભા હાસ્યરત્યરતિશોકભયજુગુપ્સાસ્ત્રીપુનપુંસકવેદાઃ.
(૧૦) દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, કષાયવેદનીય, નોકષાયવેદનીય નામના ૩,૨,૧૬,૯ ભેટવાળા મોહનીય કર્મના ભેદો છે. સમ્યક્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને તદુભય (સમ્યશ્મિથ્યાત્વમોહનીય) (એ દર્શનમોહનીયના ૩ ભેદ છે.) કષાયવેદનીય અને નોકષાયવેદનીય (એ ચારિત્રમોહનીયના ૨ ભેદ છે). ક્રોધ-માન-માયાલોભ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન ભેદો છે. (એટલે કષાયવેદનીયના ૧૬ ભેદ છે). હાસ્યરતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રીવેદ-પુરુષવેદ-નપુંસકવેદ (એ નોકષાયવેદનીયના ૯ ભેદ છે). (૧૧) નારકૌર્યગ્યોનમાનુષદેવાનિ.
(૧૧) નારકીનું, તિર્યંચનું, મનુષ્યનું અને દેવનું (એમ આયુષ્યકર્મના ૪ ભેદ છે).