________________
૪૮૬
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૪) ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણ-ધન-ધાન્ય-દાસી-દાસ-કુષ્યપ્રમાણાતિક્રમા.
(૨૪) ખેતર અને મકાન, ચાંદી અને સોનું, ધન અને અનાજ, દાસી અને દાસ તથા વાસણના પ્રમાણને ઓળંગવું તે પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર છે. (૨૫) ઊધ્વધતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃત્યન્તર્ધાનાનિ.
(૨૫) ઉપરની દિશામાં જવાના પ્રમાણને ઓળંગવું, નીચેની દિશામાં જવાના પ્રમાણને ઓળંગવુ, તીર્થો આઠે દિશામાં જવાના પ્રમાણને ઓળંગવું, ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને દિશાના પ્રમાણને ભૂલી જવું એ દિશાવ્રતના અતિચારો છે. (૨૬) આનયનuષ્યપ્રયોગ-શબ્દરૂપાનુપાત-પુદ્ગલપાડ.
(૨૬) નક્કી કરેલ મર્યાદાની બહારથી દ્રવ્યો મંગાવવા, કોઈકને મોકલવો, શબ્દથી જણાવવું, રૂપથી જણાવવું, પથ્થર-ઢેફા વગેરે નાંખવા એ દેશવ્રતના અતિચારો છે. (૨૭) કન્દર્પ-કૌત્કચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણોપભોગાધિકત્વાનિ.
(૨૭) કંદર્પ (રાગથી યુક્ત અસભ્ય વાક્યપ્રયોગ, હાસ્ય), કૌત્કચ્ય (દુષ્ટ ચેષ્ટા સહિતનો કંદર્પ), મૌખર્ય (વાચાળપણું), વિચાર્યા વિના અધિકરણ કરવા, ઉપભોગની વસ્તુઓ વધુ રાખવી એ અનર્થદંડવિરમણવ્રતના અતિચારો છે. (૨૮) યોગદુષ્મણિધાનાનાદર-ઋત્યનુપસ્થાપનાનિ.
(૨૮) યોગોનો દુરુપયોગ, અનાદર અને વિસ્મરણ એ સામાયિક વ્રતના અતિચારો છે. (૨૯) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાનનિક્ષેપસંસ્તારોપક્રમણાનાદરઋત્યનુપસ્થાપનાનિ.