________________
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૮૫ (૧૮) શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા, મિથ્યાષ્ટિનો પરિચય એ સમ્યગ્દષ્ટિના અતિચારો છે. (૧૯) વ્રતશીલેષ પંચ પંચ યથાક્રમ.
(૧૯) વ્રતો અને શીલોમાં ક્રમશઃ ૫-૫ અતિચારો છે. (૨૦) બન્ધ-વધ-ચ્છવિચ્છેદ-તિભારારોપણા-પાનનિરોધાઃ.
(૨૦) બંધ, વધ, ચામડી કાપવી, અધિક ભાર આરોપવો, આહારપાણીનો નિરોધ કરવો એ અહિંસાવ્રતના અતિચારો છે. (૨૧) મિચ્યોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-કૂટલેખક્રિયા-ન્યાસાપહારસાકારમનભેદા .
(૨૧) ખોટો ઉપદેશ આપવો, એકાંતમાં કોઈની ખોટી વાત બીજાને કહેવી, ખોટા લેખ કરવા, થાપણ લઈ લેવી, આકાર ઉપરથી ગુપ્ત વાત જાહેર કરવી એ સત્યવ્રતના અતિચારો છે. (૨૨) સ્તનપ્રયોગ-તદાહતાદાન-વિરૂદ્ધરાજ્યાતિક્રમ-હીનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારા..
(૨૨) ચોરોને પ્રેરણા કરવી, તેમની લાવેલી વસ્તુ લેવી, વિરુદ્ધ રાજ્યને ઓળંગવું, માન-ઉન્માન ઓછા-વધુ કરવા, ભેળસેળ કરવી એ અચૌર્યવ્રતના અતિચારો છે. (૨૩) પરવિવાહકરણેત્રપરિગૃહીતા-ડપરિગૃહીતાગમનાનંગક્રીડા
તીવ્રકામાભિનિવેશાર.
(૨૩) બીજાના વિવાહ કરવા, ઇત્રપરિગૃહીતાગમન કરવું, અપરિગૃહીતાગમન કરવું, અનંગક્રીડા કરવી, કામભોગોમાં તીવ્ર આસક્તિ રાખવી એ બ્રહ્મચર્ય વ્રતના અતિચારો છે.