________________
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૪૯) ગ્રહાણામેકમ્.
(૪૯) ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ છે.
(૫૦) નક્ષત્રાણામર્ધમ્.
(૫૦) નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમ છે. (૫૧) તારકાણાં ચતુર્ભાગઃ.
(૫૧) તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. (૫૨) જઘન્યા ત્વષ્ટભાગઃ.
(૫૨) તારાની જધન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે.
(૫૩) ચતુર્ભાગઃ શેષાણામ્.
(૫૩) શેષ જ્યોતિષ દેવોની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. પાંચમો અધ્યાય
(૧) અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલા.
(૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ અજીવકાય છે.
(૨) દ્રવ્યાણિ જીવાચ્ચ.
(૨) એ ચાર અને જીવ એ પાંચ દ્રવ્યો છે.
૪૭૩
(૩)નિત્યાવસ્થિતાન્યરૂપીણિ.
(૩) આ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે.
(૪)રૂપિણઃ પુદ્ગલાઃ.
(૪) પુદ્ગલો રૂપી છે.