________________
૪૫૮
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ઉપભોગ અને વીર્ય (એ ક્ષાયિકભાવના ૯ ભેદો છે.) (૫) જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયશ્ચતુશ્ચિત્રિપંચભેદાઃ યથાક્રમ
સમ્યક્તચારિત્રસંયમસંયમાચ્છ.
(૫) ચાર ભેદવાળુ જ્ઞાન, ત્રણ ભેદવાળુ અજ્ઞાન, ત્રણ ભેદવાળુ દર્શન, પાંચ ભેદવાળી દાન વગેરે લબ્ધિઓ, સમ્યક્ત, ચારિત્ર અને સંયમસંયમ (દશવિરતિ) (એ ક્ષાયોપથમિકભાવના ૧૮ ભેદો છે.) (૬) ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શના-જ્ઞાના-સંયતા-સિદ્ધત્વ-લેશ્યાશ્ચતુચ્ચતુર્યેકેકેકેકષભેદાર.
(૬) ચાર ભેદવાળી ગતિ, ચાર ભેદવાળા કષાય, ત્રણ ભેદવાળુ લિંગ, એક ભેજવાળુ મિથ્યાત્વ, એક ભેદવાળુ અજ્ઞાન, એક ભેદવાળુ અસંયતત્વ, એક ભેદવાળુ અસિદ્ધત્વ, છ ભેદવાળી વેશ્યા (એ ઔદયિકભાવના ૨૧ ભેદ છે.) (૭) જીવભવ્યાભવ્યવાદીનિ ચ.
(૭) જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે (પારિણામિક ભાવના ૩ ભેદ છે.) (૮) ઉપયોગો લક્ષણ.
(૮) ઉપયોગ (એ જીવનું) લક્ષણ છે. (૯) સ દ્વિવિધોડષ્ટચતુર્ભેદઃ.
(૯) તે બે પ્રકારનો છે – આઠ ભેટવાળો (સાકારોપયોગ) અને ચાર ભેદવાળો (અનાકારોપયોગ). (૧૦) સંસારિણી મુક્તાશ્ચ.
(૧૦) (જીવો બે પ્રકારના છે –) સંસારી અને મુક્ત.