________________
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૭
તીર્થંકર ભગવંત કૃતાર્થ હોવા છતાં પણ ધર્મનો ઉપદેશ આપે છે. તેથી ઉત્તમોત્તમ એવા અરિહંત ભગવંત જ લોકમાં બીજા જીવોને પૂજ્ય એવા દેવો, ઋષિઓ અને નરેન્દ્રો થકી પૂજાને યોગ્ય છે. (૭)
અભ્યર્ચનાદહતાં, મનઃપ્રસાદસ્તતઃ સમાધિમ્ચ । તસ્માદપિ નિ:શ્રેયસ-મતો હિ તત્પૂજનું ન્યાય્યમ્ ॥૮॥
અરિહંત ભગવંતના પૂજનથી મન પ્રસન્ન થાય છે. મન પ્રસન્ન થવાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિવાળાને ભગવાનના વચનો સાંભળવાની ઇચ્છા થાય છે. પછી ભગવાનના વચનોનું શ્રવણ થાય છે. શ્રવણથી ભગવાને બતાવેલા તત્ત્વોનું ગ્રહણ થાય છે, તેની ધારણા થાય છે અને તેની ઉપર ઉહાપોહ થાય છે. તેનાથી સંસારના સ્વરૂપનો બોધ થાય છે. તેથી હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ વગેરે થાય છે. તેથી મોક્ષ થાય છે. માટે કૃતાર્થ એવા પણ અરિહંત ભગવંતનું પૂજન યોગ્ય છે. (૮)
તીર્થપ્રવર્તનફલ, યત્રોક્ત કર્મ તીથકરનામ । તસ્યોદયાત્કૃતાર્થો-ડપ્યહઁસ્તીર્થં પ્રવર્તયતિ ॥લા
જેનાથી સંસારસમુદ્રને તરાય તે તીર્થ. તીર્થને પ્રવર્તાવવું એ તીર્થંકર નામકર્મનું ફળ છે. કૃતાર્થ એવા પણ તીર્થંકર ભગવંત તે તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થને પ્રવર્તાવે છે. (૯)
તસ્ત્વાભાવ્યાદેવ, પ્રકાશયતિ ભાસ્કરો યથા લોકમ્ । તીર્થપ્રવર્તનાય, પ્રવર્તતે તીર્થંકર એવમ્ ॥૧૦॥
જેમ સૂર્ય તેવા પ્રકારના સ્વભાવથી જ લોકને પ્રકાશિત કરે છે, તેમ તીર્થંકર પણ તેવા પ્રકારના સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવા માટે પ્રવર્તે છે. (૧૦)
યઃ શુભકર્માસેવન-ભાવિતભાવો ભવેનેકેષુ । જજ્ઞે જ્ઞાતેશ્વાકુષુ, સિદ્ધાર્થ નરેન્દ્રકુલદીપઃ ॥૧૧॥