________________
સંખ્યા
૪૩૧
(ii) સાંતર - જઘન્યથી ૧ સમયના અંતરે સિદ્ધ થાય.
ઉત્કૃષ્ટથી ૬ માસના અંતરે સિદ્ધ થાય. ૧૧) સંખ્યા - ૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ? ૧ સમયમાં જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય.
૧ થી ૩૨ જીવો ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૩૩ થી ૪૮ જીવો ૭ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૪૯ થી ૬૦ જીવો ૬ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૬૧ થી ૭૨ જીવો ૫ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૭૩ થી ૮૪ જીવો ૪ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૮૫ થી ૯૬ જીવો ૩ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૯૭ થી ૧૦૨ જીવો ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૧૦૩ થી ૧૦૮ જીવો ૧ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૧૨) અલ્પબદુત્વ - ક્ષેત્ર વગેરે ૧૧ વારોનું અલ્પબદુત્વ -
(૧) ક્ષેત્ર - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.