________________
૧૪ ગુણઠાણાનું સ્વરૂપ
૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વમોહનીયનો ઉપશમ હોય છે અને અનંતાનુબંધી ચારની વિસંયોજના કે ઉપશમ હોય છે, એટલે કે તેમના પ્રદેશોદય અને વિપાકોદય હોતા નથી. ઔપશમિક સમ્યક્ત્વનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ બાકી રહેતા કોઈ જીવને અનંતાનુબંધી કષાયનો વિપાકોદય થાય છે. હજી મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય થયો હોતો નથી. ત્યાં સુધીના કાળને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકે રહેલ જીવ સમ્યક્ત્વના કંઈક સ્વાદને અનુભવતો હોવાથી આ ગુણસ્થાનકને સાસ્વાદન (આસ્વાદન સહિત) સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. અથવા ઔપમિક સમ્યક્ત્વના આય (લાભ)નો શાતન (નાશ) કરે તે આસાદન. તેના સહિત જીવ તે સાસાદન. તેવા સમ્યગ્દષ્ટિ જીવનું ગુણસ્થાનક તે સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક.
૪૦૮
૩) સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક - આ ગુણસ્થાનકે રહેલા જીવને જિનવચન ઉ૫૨ રુચિ પણ હોતી નથી અને અરુચિ પણ હોતી નથી.
૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધાવાળો જીવ તે સમ્યગ્દષ્ટિ. જિનવચન દ્વારા વિરતિને મોક્ષની નિસરણી રૂપ માનવા છતાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી જે જીવ વિરતિધર્મને સ્વીકારી શકતો નથી તે અવિરતિ સમ્યગ્દષ્ટિ. તેનું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક.
૫) દેશવિરતિ ગુણસ્થાનક - પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી જે જીવ સર્વવિરતિને સ્વીકારી ન શકે પણ દેશથી વિરતિને સ્વીકારે તે દેશવિરતિ. તેનું ગુણસ્થાનક તે દેશવિરતિ ગુણસ્થાનક.
ન
૬) પ્રમત્તસંયત ગુણસ્થાનક - સર્વસાવઘયોગથી અટકે તે સંયત. સંયમ હોવા છતાં ક્યારેક સંજ્વલન કષાય કે નિદ્રાના ઉદયથી સંયમના