________________
નિર્જરાતત્ત્વ આ
• નિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટા પડવું તે નિર્જરા. નિર્જરા બે પ્રકારની છે(૧) વિપાકજા નિર્જરા-સ્વાભાવિક રીતે થયેલા ઉદયથી ફળ ભોગવાયા
પછી સ્થિતિક્ષય થવાથી થયેલી કર્મોની નિર્જરા તે વિપાકજા
નિર્જરા. (૨) અવિપાકના નિર્જરા- ઉદયાવલિકાની ઉપરની સ્થિતિમાં રહેલા
કર્મોને ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભોગવાયા પછી તેમની થયેલી નિર્જરા તે અવિપાકજા નિર્જરા. નિર્જરાના ૧૨ ભેદ છે. બાર પ્રકારના તપથી કર્મની નિર્જરા થાય છે, માટે બાર પ્રકારનો તપ એ જ નિર્જરા છે. (સૂત્ર-૯(૩) ૧૨ પ્રકારનો તપ પૂર્વે સંવરતત્ત્વમાં (પાના નં. ૩૬૬-૩૮૩ ઉપર) બતાવેલ છે. • ૧૪ ગુણઠાણા -
પૂર્વે અનેક સ્થળે ગુણઠાણાની વાત આવી છે. તેથી હવે ગુણઠાણાનું સ્વરૂપ બતાવાય છે.
ગુણો = જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી જીવના સ્વભાવવિશેષ. ગુણસ્થાનક = જ્ઞાનાદિ ગુણોનું સ્થાન. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતો ગુણોનો સ્વરૂપ ભેદ તે ગુણસ્થાનક. ગુણસ્થાનક ૧૪ છે. તે આ પ્રમાણે -
૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક - ધતુરા ખાધેલ મનુષ્યને સફેદ વસ્તુમાં પીળાશની પ્રતીતિ થાય છે, તેમ જીવ-અજીવાદિ તત્ત્વો વિષે મિથ્યા (વિપરીત) જ્ઞાન જેને હોય તે મિથ્યાષ્ટિ જીવ. તેનું ગુણસ્થાનક તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે.