________________
બાર ભાવના
૩૯૫
| (૩) સંસારભાવના - અનાદિ સંસારમાં ચાર ગતિમાં ભટકતા જીવના બધા જીવો સાથે બધા સંબંધો થયા છે. તેથી કોઈ સ્વજન કે પરજન નથી. ૮૪ લાખ યોનિઓમાં જીવો તીવ્ર દુઃખો પામે છે. સંસાર વંદ્વોથી ભરેલ છે, કષ્ટમય છે. આમ વિચારવું તે સંસારભાવના. આમ વિચારવાથી સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે. તેથી સંસારનો નાશ કરવા પ્રયત્ન થાય છે.
(૪) એકત્વભાવના - હું એકલો જ છું, મારે કોઈ પોતાનું કે પારકું નથી. હું એકલો જ જન્મ્યો છું અને એકલો જ મરીશ. મારા દુઃખમાં કોઈ ભાગ પડાવનાર નથી. એમ વિચારવું તે એકત્વભાવના. આમ વિચારવાથી સ્વજનો ઉપર રાગ અને બીજાઓ ઉપર દ્વેષ થતો નથી, તેથી નિઃસંગ બની મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે. . (૫) અન્યત્વભાવના - હું શરીરથી ભિન્ન છું. શરીર અનિત્ય છે. હું નિત્ય છું. શરીર જડ છે. હું ચેતન છું. મારા આત્મા સિવાયનું આ દુનિયામાં બધુ પારકું છે. આમ વિચારવું તે અન્યત્વભાવના. આમ વિચારવાથી શરીર વગેરે પ્રત્યે મમત્વ થતું નથી. તેથી મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે.
(૬) અશુચિભાવના - આ શરીર મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે એમ વિચારવું તે અશુચિભાવના. આમ વિચારવાથી શરીર પ્રત્યે મમત્વ થતું નથી. તેથી શરીરનો નાશ કરવા પ્રયત્ન થાય છે.
(૭) આસ્વભાવના - ૪૨ પ્રકારના આગ્નવો દ્વારા પ્રતિસમય આત્મામાં કર્મો આવે છે અને તેનાથી આત્મા ભારે થાય છે એમ વિચારવું તે આગ્નવભાવના. આમ વિચારવાથી આમ્રવનો નિરોધ કરવા માટે પ્રવૃત્તિ થાય છે.