________________
૩૯૦
વર્ધમાન આયંબિલ તપ ભદ્રોત્તર તપની તીર્જી, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૩૫ છે.
૫ | ૬ | ૭ | ૮ | ૯
૬ | ૭ | ૮ | ૯ | ૫ ૯ | ૫ | ૬ | ૭ | ૮
(૧૫) વર્ધમાન આયંબિલ તપ- પહેલા ૧ આયંબિલ - ૧ ચોથભક્ત કરવા. પછી ર આયંબિલ – ૧ ચોથભક્ત કરવા. પછી ૩ આયંબિલ -૧ ચોથભક્ત કરવા. પછી ૪ આયંબિલ - ૧ ચોથભક્ત કરવા. એમ ૧-૧ આયંબિલ વધારવું અને છેલ્લે ચોથભક્ત કરવું. યાવત્ છેલ્લે ૧૦૦ આયંબિલ અને ૧ ચોથભક્ત કરવું.
આમાં તપના કુલ ૫,૧૫૦ દિવસ થાય, એટલે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસ થાય.
આવા અનેક પ્રકારના તપો છે. સાધુની ૧૨ પ્રતિમાઓ પણ વિશિષ્ટ પ્રકારનો તપ છે.
સાધુની ૧૨ પ્રતિમા - પ્રતિમા એટલે વિશેષ પ્રકારનો અભિગ્રહ. સાધુની આવી ૧૨ પ્રતિમા છે. તે આ પ્રમાણે
(૧) એકમાસિકી પ્રતિમા - ૧ માસમાં દરરોજ ભોજનની ૧ દત્તિ અને પાણીની ૧ દત્તિ વાપરે. આ પ્રતિમાની વિશિષ્ટ ચર્યા આ પ્રમાણે છે –
(૧) આપનારનો એક પગ ઉંબરાની અંદર હોય અને બીજો પગ ઉંબરાની બહાર હોય તો વહોરવું કલ્પ.