________________
૩૬૦
સમિતિ જવાબ આપવો વગેરેમાં વાણીને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે વચનગુપ્તિ અથવા મૌન રહેવું તે વચનગુતિ.
૩) મનગુપ્તિ - મનને અશુભ વિચારોથી રોકવું અને શુભમાં પ્રવર્તાવવું તે મનગુપ્તિ, અથવા શુભ અને અશુભ એવા સંકલ્પોનો નિરોધ તે મનગુતિ.
(B) સમિતિ - સર્વજ્ઞ ભગવાને કહેલા આગમ અનુસાર પ્રવૃત્તિ કરવી તે સમિતિ. તેના ૫ ભેદ છે – (સૂત્ર-૯/૫)
૧) ઈર્યાસમિતિ - જરૂરી કાર્ય આવે ત્યારે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ.
૨) ભાષાસમિતિ - મુહપત્તિના ઉપયોગપૂર્વક હિતકારી, પરિમિત, સંદેહરહિત અને નિરવદ્યવચન બોલવા તે ભાષાસમિતિ. સાવઘવચન એટલે જેનાથી પાપ લાગે તેવા વચન, જેવા કે આદેશના વચન, અસત્ય વચન, આરંભની અનુમોદનાના વચન અને જ-કારપૂર્વકના વચન. સાવઘવચનથી વિપરીત વચન તે નિરવદ્ય વચન.
૩) એષણા સમિતિ - ગવેષરૈષણા, પ્રહરૈષણા અને ગ્રામૈષણાના ૪૭ દોષોથી રહિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે લાવવા અને વાપરવા તે એષણાસમિતિ.
૪) આદાનનિક્ષેપસમિતિ - વસ્તુ લેતા-મૂકતા જોવું તથા પ્રમાર્જવું તે આદાનનિક્ષેપસમિતિ.
૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મળ, મૂત્ર, શ્લેષ્મ, કફ, ઘૂંક, અશુદ્ધ આહાર-પાણી વગેરેનો જંતુરહિત જગ્યાએ વિધિપૂર્વક ત્યાગ કરવો તે પારિષ્ઠાપનિકાસમિતિ.
(C) ધર્મ - નરક વગેરે દુર્ગતિમાં પડતા જીવોને બચાવે તે ધર્મ.