________________
પ્રદેશબંધ
૩૫૫
૦ પ્રદેશબંધ (૧) (સૂત્ર-૮૨૫) જીવ કર્મો બાંધે ત્યારે સામાન્યથી કાર્પણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે. પછી અધ્યવસાય વિશેષથી તેમને જ્ઞાનાવરણાદિ કર્મો રૂપે તેમના નામ પ્રમાણે પરિણમાવે છે.
અથવા, પોતાના નામમાં કારણભૂત એવા કર્મો બંધાય છે, કેમકે કર્મોના તે તે ફળ આપવાના સ્વભાવને આધારે તેમના તે તે નામ પડે છે.
અથવા, કર્મોનું કારણ યોગ છે અને પરંપરાએ ગતિ વગેરે પણ કર્મોના કારણ છે. તેથી જેમનું કારણ નામકર્મ છે એવા કર્મો બંધાય છે.
(૨) જીવ દશે દિશામાં રહેલા કર્મપુદ્ગલોને પોતાના બધા આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે છે.
(૩) જીવ પોતાના તીવ્ર-મધ્યમ-મંદ એવા મન-વચન-કાયાના યોગો વડે કર્મયુગલોને ગ્રહણ કરે છે.
(૪) જીવ કાર્મણવર્ગણાના ગ્રહણયોગ્ય સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેની પૂર્વેના બાદર પુગલોને ગ્રહણ કરતો નથી.
(૫) જીવ જે આકાશપ્રદેશોમાં રહેલો હોય ત્યાં રહેલા કર્મપુલોને તે ગ્રહણ કરે છે, અન્ય આકાશપ્રદેશોમાં રહેલા કર્મપુદ્ગલોને તે ગ્રહણ કરતો નથી.
(૬) જીવ સ્થિર કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે, ગતિવાળા કર્મયુગલોને ગ્રહણ કરતો નથી.
(૭) બધા આત્મપ્રદેશો ઉપર બધી કર્મપ્રકૃતિઓના પુદ્ગલો બંધાય છે.