________________
કર્મોનું ફળ બે રીતે મળે છે
૩૫૩
જો કે ક્ષેત્રવિપાકી, ભવિપાકી અને પુદ્ગલવિપાકી કર્મો પણ વાસ્તવમાં જીવવિપાકી જ છે, કેમકે પરંપરાએ જીવને જ તેમની અસર થાય છે, છતાં પણ ક્ષેત્ર-ભવ-પુદ્ગલ વિષે મુખ્યપણે તેમના ઉદયની વિવક્ષા કરી હોવાથી તેઓ ક્રમશઃ ક્ષેત્રવિપાકી, ભવિપાકી, પુદ્ગલવિપાકી કહેવાય છે.
(૩) ભવવિપાકી કર્મો - જે કર્મો નરક વગેરે ભવને વિષે પોતાનું ફળ બતાવે તે ભવિપાકી કર્યો. તેના ૪ ભેદ છે નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય.
(૪) પુદ્ગલવિપાકી કર્મો - પુદ્ગલ એટલે શરીરરૂપે પરિણમેલ પરમાણુઓ. તેમના વિષે જેઓ પોતાનું ફળ બતાવે તે પુદ્ગલવિપાકી કર્યો. તેમના ૩૬ ભેદ છે. શરીર ૫, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણાદિ ૪, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યેક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ.
* કર્મોનું ફળ બે રીતે મળે છે
-
-
(૧) જે રીતે કર્મો બંધાયા હોય તે જ રીતે તેમનું ફળ મળે. દા.ત. બંધાયેલ સાતાવેદનીયકર્મનું સુખરૂપ ફળ મળે તે.
(૨) જે રીતે કર્મો બંધાયા હોય તેનાથી અન્ય રીતે તેમનું ફળ મળે, એટલે કે કર્મોનો અન્ય કર્મરૂપે સંક્રમ થઈ જાય અને પછી તે અન્ય કર્મરૂપે તેમનું ફળ મળે. દા.ત. બંધાયેલ સાતાવેદનીયકર્મનો અસાતાવેદનીયકર્મમાં સંક્રમ થઈ જાય અને પછી તેનું દુઃખરૂપ ફળ મળે તે.
મૂળપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ ન થાય.