________________
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
૩૫૧ દેવ ૨, નરક ૨, વૈક્રિય ૨, જિન, યશ, ઉચ્ચગોત્ર, અંતરાય ૫ = ૩૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સમાન છે. તત્ત્વાર્થ-કર્મપ્રકૃતિમતે શેષ ૧૦૧ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ = સ્વ સ્વ વર્ગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ _પલ્યોપમ
મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસંખ્ય વર્ગો ૯ છે - જ્ઞાનાવરણવર્ગ, દર્શનાવરણવર્ગ, વેદનીયવર્ગ, દર્શનમોહનીયવર્ગ, કષાયમોહનીયવર્ગ, નોકષાયમોહનીયવર્ગ, નામવર્ગ, ગોત્રવર્ગ, અંતરાયવર્ગ. પંચસંગ્રહમતે શેષ ૧૦૧ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ
સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
તીર્થંકરનામકર્મ, આહારકશરીરનામકર્મ અને આહારકઅંગોપાંગનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણ ન્યૂન છે.
ચાર આયુષ્ય, તીર્થંકર નામકર્મ અને આહારક ૨ સિવાયની જે પ્રકૃતિનો જેટલા કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે, તેની તેટલા સો વર્ષ ઉત્કૃષ્ટ અબાધા હોય. ચાર આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા સ્વભવનો ત્રીજો ભાગ (૧/૩ પૂર્વક્રોડ વર્ષ) છે. તીર્થંકર નામકર્મ, આહારકશરીરનામકર્મ અને આહારકઅંગોપાંગનામકર્મની ઉત્કૃષ્ટ અબાધા અંતર્મુહૂર્ત છે. બધી પ્રવૃતિઓની જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત છે. • આજ સુધી જડ ઉપર રાગ અને જીવ ઉપર દ્વેષ કરવાના ધંધા
કર્યા. હવેથી જીવ ઉપર રાગ (મૈત્રી) અને જડ ઉપર દ્વેષ (ઉદાસીનતા) કરવાનું શરૂ કરીએ.