________________
ગોત્રકર્મ, અંતરાયકર્મ
૩૪૧ (૧૦) અપયશનામકર્મ - જે કર્મના ઉદયથી મધ્યસ્થજનથી પણ અપકીર્તિ થાય તે અપયશનામકર્મ. આમ નામકર્મના કુલ ૧૪+૮+૨૦=૪૨ ભેદ છે.
પિંડપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ ગણીએ તો નામકર્મના (૪+૫+૫+ ૩+૧૫+૫+૬+૬+૨૦+૪+૨)+૮+૨૦=૭૫+૮+૨૦=૧૦૩ ભેદ થાય.
બંધનનામકર્મના ૧૫ ભેદની બદલે ૫ ભેદ ગણીએ તો નામકર્મના (૪+૫+૫+૩+૫+૫+૬+૬+૨૦+૪+૨)+૮+૨૦=૬૫+૮+૨૦ = ૯૩ ભેદ થાય.
વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મના ઉત્તરભેદ ન ગણતા મુખ્ય ૪ ભેદ ગણીએ અને બંધનનામકર્મ-સંઘાતનામકર્મનો શરીરનામકર્મમાં સમાવેશ કરીએ તો નામકર્મના (૪+૫+૫+૩+૬+ ૬+૪+૪+૨)+૮+૨૦=૩૦+૮+૨૦ = ૬૭ ભેદ થાય.
આમ નામકર્મના વિવિધ રીતે ૪૨, ૬૭, ૯૩ કે ૧૦૩ ભેદ થાય. ૭) ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવને ઊંચા કે નીચા ગોત્રની પ્રાપ્તિ
થાય તે ગોત્રકર્મ. તેના બે ભેદ છે – (સૂત્ર-૮/૧૩) (૧) ઉચ્ચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી લોકમાં પૂજા, આદર, ગૌરવ, સત્કારની પ્રાપ્તિ થાય તેવા ઊંચા કુળમાં જન્મ થાય તે ઉચ્ચગોત્રકર્મ. (૨) નીચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી લોકમાં નિંદા થાય તેવા
હલકા કુળમાં જન્મ થાય તે નીચગોત્રકર્મ. ૮) અંતરાયકર્મ - જે કર્મ જીવને દાન વગેરેથી અટકાવે તે અંતરાયકર્મ.
તેના ૫ ભેદ છે – (સૂત્ર-૮/૧૪)