________________
છે. સાત તત્વ પ્રકરણ (સૂત્ર-૧/૪)
તત્ત્વો સાત પ્રકારના છે. તે આ પ્રમાણે – (૧) જીવ - જીવો ઔપશમિક વગેરે ભાવોથી યુક્ત છે, સાકાર
અનાકાર ઉપયોગવાળા છે, શબ્દ વગેરે વિષયોને જાણનારા છે, ત્રણે કાળમાં સમાન કર્તાવાળી ક્રિયા કરનારા છે, ક્રિયાના ફળને ભોગવનારા છે, અમૂર્ત સ્વભાવવાળા છે. અજીવ - જીવના ધર્મો વિનાના હોય તે અજીવ. તે ચાર પ્રકારના છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. આસવ - શુભ અને અશુભ કર્મોને ગ્રહણ કરવાના કારણો તે આસ્રવ. બંધ - આગ્નવો વડે ગ્રહણ કરેલા કર્મોનો આત્માની સાથે જે સંયોગ તે બંધ. તે ચાર પ્રકારે છે – પ્રકૃતિબંધ, સ્થિતિબંધ,
રસબંધ, પ્રદેશબંધ. ૫) સંવર - ગુતિ વગેરે વડે આગ્નવોને અટકાવવા તે સંવર. ૬) નિર્જરા - ઉદયથી કે તપથી કર્મોનો ક્ષય થવો તે નિર્જરા.
મોક્ષ - જ્ઞાન, શમ, વીર્ય, દર્શન, આત્મત્તિક – એકાન્તિક - અવ્યાબાધ - નિરૂપમ સુખ સ્વરૂપ આત્માનું પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષ.
સાકાર ઉપયોગજ્ઞાનોપયોગ, અનાકાર ઉપયોગ દર્શનોપયોગ.