________________
નોકષાયમોહનીયકર્મ
૩૨૧
ઉપર પ્રીતિ કરાવે તે રતિમોહનીયકર્મ.
(૩) અતિમોહનીયકર્મ - જે કર્મ જીવને બાહ્ય-અત્યંતર વસ્તુઓ ઉપર અપ્રીતિ કરાવે તે અતિમોહનીયકર્મ.
(૪) શોકમોહનીય કર્મ - જે કર્મ જીવને શોક કરાવે તે શોકમોહનીયકર્મ.
(૫) ભયમોહનીયકર્મ - જે કર્મ જીવને કારણે કે કારણ વિના ભય પમાડે તે ભયમોહનીયકર્મ.
(૬) જુગુપ્સામોહનીયકર્મ - જે કર્મ જીવને શુભ-અશુભ દ્રવ્યોને વિષે જુગુપ્સા કરાવે તે જુગુપ્સામોહનીયકર્મ.
(૭) પુરુષવેદમોહનીયકર્મ - જે કર્મ પુરુષને સ્ત્રીને ભોગવવાની ઇચ્છા કરાવે તે પુરુષવેદમોહનીયકર્મ.
(૮) સ્ત્રીવેદમોહનીયકર્મ - જે કર્મ સ્ત્રીને પુરુષને ભોગવવાની ઇચ્છા કરાવે તે સ્ત્રીવેદમોહનીયકર્મ.
(૯) નપુંસકવેદમોહનીયકર્મ - જે કર્મ જીવને પુરુષ-સ્ત્રી બંનેને ભોગવવાની ઇચ્છા કરાવે તે નપુંસકવેદમોહનીયકર્મ,
પુરુષવેદ ઘાસના અગ્નિ જેવો છે. તે જલ્દીથી શાંત થઈ જાય છે. સ્ત્રીવેદ લાકડાના અગ્નિ જેવો છે. તે ઘણા કાળે શાંત થાય છે. નપુંસકવેદ છાણના અગ્નિ જેવો છે. તે અતિ ઘણા કાળે શાંત થાય છે.
આમ ચારિત્રમોહનીયકર્મના કુલ ૧૬+૯=૨૫ ભેદ છે અને મોહનીયકર્મના કુલ ૩+૨૫=૨૮ ભેદ છે.