________________
કષાયમોહનીયકર્મ
૩૧૭
ચારિત્રમોહનીયકર્મ. તેના બે ભેદ છે – (A) કષાયમોહનીયકર્મ
અને (B) નોકષાયમોહનીયકર્મ. (A) કષાયમોહનીયકર્મ - જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. જે
કર્મ જીવને કષાય કરાવે તે કષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે – (૧) અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ - અનંત=સંસાર. જે કષાય
સંસારનો અનુબંધ કરાવે તે અનંતાનુબંધી કષાય. તેને સંયોજના કષાય પણ કહેવાય છે. જે કર્મ જીવને અનંતાનુબંધી કષાય કરાવે તે અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે – (Iઅનંતાનુબંધીક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી ક્રોધ કરાવે તે અનંતાનુબંધીક્રોધમોહનીયકર્મ. (ii) અનંતાનુબંધીમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી માન કરાવે તે અનંતાનુબંધીમાનમોહનીયકર્મ. ii) અનંતાનુબંધીમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી માયા કરાવે તે અનંતાનુબંધીમાયામોહનીયકર્મ. (iv) અનંતાનુબંધીલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી
લોભ કરાવે તે અનંતાનુબંધીલોભમોહનીયકર્મ. (૨)અપ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ - જે કષાય જીવને અલ્પ
પણ પચ્ચખ્ખાણ ન કરવા દે તે અપ્રત્યાખ્યાનાવરણીયકષાય. જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે – i) અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમોહનીયકર્મ.