________________
૩૧૦
બંધના હેતુઓ ૩) પ્રમાદ - ઇન્દ્રિયોના દોષને લીધે મોક્ષમાર્ગમાં શિથિલતા તે પ્રમાદ. તેના ૩ પ્રકાર છે -
(૧) ઋત્યનવસ્થાન - વિકથા વગેરેમાં વ્યગ્ર હોવાથી કર્તવ્યને ભૂલી જવું તે.
(૨) કુશળમાં અનાદર - આગમમાં કહેલા અનુષ્ઠાનોમાં અનુત્સાહ એટલે કે અપ્રવૃત્તિ.
(૩) યોગદુષ્મણિધાન - દુષ્ટ મનથી મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ કરવી તે.
૪) કષાય - કષ=સંસાર, આય=લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તેના ૨૫ પ્રકાર છે – ૧૬ કષાય અને ૯ નોકષાય. તે આગળ (પાના નં. ૩૧૭ થી ૩૨૧ ઉપર) કહેવાશે.
૫) યોગ - મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે યોગ.
યોગના મુખ્ય ૩ પ્રકાર છે અને ઉત્તરભેદ ૧૫ છે. તે પૂર્વે (પાના નં. ૬૬-૬૭ ઉપર) કહ્યા છે.
પ્રમાદનો સમાવેશ અવિરતિમાં થઈ જતો હોવાથી કર્મગ્રંથ વગેરેમાં પ્રમાદ નામનો બંધહેતુ જુદો કહ્યો નથી.
મિથ્યાત્વ વગેરે ૫ બંધહેતુઓમાં પૂર્વ-પૂર્વના બંધહેતુ હોય, ત્યારે પછી પછીના બંધહેતુઓ અવશ્ય હોય, પછી પછીના બંધહેતુ હોય ત્યારે પૂર્વ પૂર્વના બંધહેતુઓ હોય અથવા ન પણ હોય. બંધહેતુ | મિથ્યાત્વ | અવિરતિ | કષાય | યોગ | કુલ ઉત્તરભેદ ૫ | ૧૨ | ૨૫ | ૧૫ | ૫૭