________________
૨૮૮
જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના
૨) પ્રમોદ ભાવના - ગુણાધિક જીવો ઉપર પ્રમોદ ભાવના ભાવવી. પ્રમોદ એટલે હર્ષ. સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર-તપથી અધિક એવા સાધુઓના વંદન, સ્તુતિ, વર્ણવાદ, વૈયાવચ્ચ વગેરે કરવા, બીજાએ કરેલ તેમના વંદન વગેરેથી આનંદ પામવો. આ આનંદ બધી ઇન્દ્રિયોથી વ્યક્ત થાય.
૩) કારુણ્ય ભાવના - મહામોહથી ઘેરાયેલા, અજ્ઞાનવાળા, વિષયાગ્નિથી બળતા, હિતનો ત્યાગ અને અહિતની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિ કરનારા, વિવિધ દુઃખોથી પીડિત, દીન, કૃપણ, અનાથ, બાળ, વૃદ્ધજીવોની ઉપર કારુણ્ય ભાવના ભાવવી. તેમને હિતનો ઉપદેશ આપવો, અન્ન-પાણી-રહેવાનું સ્થાન-ઔષધ વગેરે આપવા.
૪) માધ્યચ્ય ભાવના - મહામોહથી ઘેરાયેલા, દુષ્ટ જીવોથી ભોળવાયેલા, સમજાવી ન શકાય એવા જીવો ઉપર માધ્યચ્ય ભાવના ભાવવી.
આ ભાવનાઓ ભાવવાથી પણ વ્રતોમાં સ્થિરતા થાય છે. જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના - (સૂત્ર-૭/૭)
સંવેગ અને વૈરાગ્ય માટે જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના કરવી. સંવેગ અને વૈરાગ્યથી વ્રતોમાં સ્થિરતા થાય છે.
સંવેગ એટલે સંસારનો ભય, આરંભ-પરિગ્રહમાં દોષ દેખાવાથી અણગમો, ધર્મ અને ધર્મીજનો પ્રત્યે બહુમાન.
વૈરાગ્ય એટલે શરીર-ભોગ-સંસાર પ્રત્યેની ઉદાસીનતાથી ઉપશાંત થયેલાને બાહ્ય-અંતર ઉપધિઓમાં આસક્તિ ન થવી તે.
જગતનો સ્વભાવ - પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈષ્ટનો