________________
ચાર ભાવનાઓ
૨૮૭
અથવા દુઃખની ભાવના કરવી. તે આ પ્રમાણે – (સૂત્ર-૭/૫). ૧) જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ બધા જીવોને દુઃખ પ્રિય નથી.
માટે હિંસાથી અટકવું સારું. ૨) જેમ મારી ઉપર આળ મૂકાય તો મને તીવ્ર દુઃખ થયું છે અને થાય
છે, તેમ બધા જીવોને થાય છે. માટે અસત્ય વચનથી અટકવું સારું. ૩) જેમ મને ઈષ્ટદ્રવ્યનો વિયોગ થવા પર દુઃખ થયું છે અને થાય છે,
તેમ બધા જીવોને થાય છે. માટે ચોરીથી અટકવું સારું. ૪) મૈથુન રાગદ્વેષસ્વરૂપ હોવાથી દુઃખરૂપ છે. જેમ ખરજવાના
દર્દવાળો ખંજવાળને ખણવી એ દુઃખરૂપ હોવા છતાં તેને સુખરૂપ માને છે, તેમ મૈથુન વાસ્તવમાં દુઃખરૂપ હોવા છતાં મૂઢ જીવ તેને
સુખરૂપ માને છે. માટે મૈથુનથી અટકવું સારું. ૫) પરિગ્રહવાળાને ધન ન મળે ત્યાં સુધી ઇચ્છાનું દુઃખ હોય છે,
ધન મળી જાય તો રક્ષા કરવાનું દુઃખ હોય છે અને ધન ચાલ્યું જાય તો શોકનું દુઃખ હોય છે. માટે પરિગ્રહથી અટકવું સારું.
આ પ્રમાણે ભાવનાઓ કરવાથી સાધુની મહાવ્રતોમાં સ્થિરતા થાય છે. • મૈત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના અને માધ્યશ્મભાવના - (સૂત્ર-૭/૬).
વ્રતોમાં સ્થિરતા માટે આ ચાર ભાવનાઓ ભાવવી.
૧) મૈત્રી ભાવના - બધા જીવો ઉપર મૈત્રી ભાવના ભાવવી. બધાના અપરાધો માફ કરવા. કોઈની સાથે વૈર ન રાખવું.