________________
૨પ૬
સ્થિતિ
ઊર્ધ્વગતિ પરિણામનું ઉત્પન્ન થવું. કોઈક દેશમાં રહેલાના તે દેશના અવસ્થાનનો વિનાશ થવા પર અન્ય દેશમાં અવસ્થાનનું ઉત્પન્ન થવું. કોઈક દેશમાં અવગાહીને પહેલાના તે દેશમાં અવગાહનો વિનાશ થવા પર અન્ય દેશમાં અવગાહનું ઉત્પન્ન થવું. કોઈક ઉપયોગમાં ઉપયોગવાળા આત્માના તે ઉપયોગનો વિનાશ થવા પર અન્ય ઉપયોગનું ઉત્પન્ન થવું. કોઈક વર્ણરૂપે પરિણત પુદ્ગલના તે વર્ણનો વિનાશ થવા પર અન્ય વર્ણનું ઉત્પન્ન થવું.
(ii) પ્રાયોગિક - જીવના વ્યાપારથી થતો સમુદાયનો વિભાગ તે પ્રાયોગિક સમુદાય વિભાગરૂપ વિનાશ છે. દા. ત. કપડું ફાડવું વગેરે.
(૨) અર્થાતરભાવગનરૂપ વિનાશ - અન્ય ભાવ રૂપે થવા રૂપ વિનાશ તે અર્થાતરભાવગનરૂપ વિનાશ. દા.ત. મનુષ્ય મરીને દેવ થાય તે.
૩) સ્થિતિ - તે ભાવમાંથી વિનાશ ન થવો તે સ્થિતિ એટલે કે સ્થિરતા, નિત્યત્વ. (સૂત્ર-પ૩૦) • અર્પિતથી અનર્પિતાની સિદ્ધિ થાય છે. અર્પિત એટલે જેનો નિર્દેશ કરાયો હોય, જેની વિવક્ષા કરાઈ હોય તે, એટલે કે નિર્દિષ્ટ, વિવક્ષિત. અનર્પિત એટલે જેનો નિર્દેશ ન કરાયો હોય, જેની વિવક્ષા ન કરાઈ હોય છે, એટલે કે અનિર્દિષ્ટ, અવિવક્ષિત. નિર્દિષ્ટથી અનિર્દિષ્ટની સિદ્ધિ થાય છે. વિવક્ષિતથી અવિવક્ષિતની સિદ્ધિ થાય છે. તેથી સતુ અને અસની, નિત્ય અને અનિત્યની સિદ્ધિ થાય છે. આ ધર્મોમાંથી એક સમયે એક વસ્તુમાં એક ધર્મ વિવક્ષિત હોય છે, અન્ય ધર્મો અવિવક્ષિત હોય છે. અર્પિતથી અનર્પિતની સિદ્ધિ થવાથી બંને ધર્મોથી યુક્ત એવી વસ્તુની સિદ્ધિ થાય છે. (સૂત્ર-૫/૩૧)