________________
સત્ પ્રકરણ
• સત્ - જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ હોય તે સત્. જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ ન હોય તે અસત્. (સૂત્ર-૫/૨૯)
૧) ઉત્પત્તિ - ઉત્પત્તિ એટલે નવા આકારનું પ્રગટ થવું તે. તે બે પ્રકારે છે -
(૧) પ્રાયોગિક ઉત્પત્તિ - પુરુષાર્થથી થતી ઉત્પત્તિ તે પ્રાયોગિક ઉત્પત્તિ છે. તેના બે પ્રકાર છે -
(i) અનભિસંધિકૃત- ઇરાદા વિનાના પુરુષાર્થથી થતી ઉત્પત્તિ એ અનભિસંધિકૃત પ્રાયોગિક ઉત્પત્તિ છે. તે મન-વચન-કાયાના ભેદથી ૧૫ પ્રકારે છે. તે ૧૫ પ્રકાર એટલે મનોયોગ, વચનયોગ અને કાયયોગના ૧૫ પ્રકાર. તે પૂર્વે (પાના નં. ૬૬, ૬૭ ઉપર) બતાવ્યા છે.
(ii) અભિસંધિકૃત - ઇરાદાપૂર્વકના પુરુષાર્થથી થતી ઉત્પત્તિ તે અભિસંધિકૃત પ્રાયોગિક ઉત્પત્તિ છે. તે થાંભલા, કુંભ વગેરેમાં હોય છે.
(૨) નૈસસિક ઉત્પત્તિ - સ્વાભાવિક રીતે થતી ઉત્પત્તિ તે નૈસસિક ઉત્પત્તિ છે. દા. ત. વાદળ વગેરેની ઉત્પત્તિ.
૨) વિનાશ - જૂના આકારનું અદૃશ્ય થવું તે વિનાશ. તેના બે પ્રકાર છે
(૧) સમુદાયના વિભાગરૂપ વિનાશ - તે બે પ્રકારે છે .
(i) સ્વાભાવિક - જીવના વ્યાપાર વિના થતો સમુદાયનો વિભાગ તે સ્વાભાવિક સમુદાયવિભાગરૂપ વિનાશ છે. તે દ્રવ્યરૂપે અવસ્થિત એવા ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલમાં હોય છે. દા.ત. ગતિશીલ પદાર્થના અધોગતિ પરિણામવિશેષનો વિનાશ થવા પર