________________
પલ્યોપમનું સ્વરૂપ
૨૪૫ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ. તે અસંખ્ય વર્ષ પ્રમાણ છે. ૧૦ કોટાકોટી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ.
આ પલ્યોપમ-સાગરોપમથી ઉત્સર્પિણી-અવસર્પિણી, કર્મસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ વગેરે મપાય છે.
૧૦ કોટાકોટી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોટાકોટી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ = ૧ અવસર્પિણી ૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી = ૧ કાળચક્ર
૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ - બાદર ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી તે વાલાગ્રોને સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી ૧-૧ આકાશપ્રદેશને પ્રતિસમય બહાર કાઢતા બધા સ્પર્શેલા આકાશપ્રદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ બાદર ક્ષેત્ર પલ્યોપમ. તે અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે.
૧૦ કોટાકોટી બાદર ક્ષેત્ર પલ્યોપમ = ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ
૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી તે વાવાઝોને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી ૧-૧ આકાશપ્રદેશને પ્રતિસમય બહાર કાઢતા બધા આકાશપ્રદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. તે બાદર ક્ષેત્ર પલ્યોપમ કરતા અસંખ્યગુણ છે. ૧૦ કોટાકોટી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ = ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ. આ પલ્યોપમ-સાગરોપમથી પૃથ્વી વગેરે જીવોનું પ્રમાણ મપાય છે. ત્રણે પ્રકારના બાદર પલ્યોપમોનું કોઈ વિશિષ્ટ પ્રયોજન નથી. છતાં તેમની પ્રરૂપણા સૂક્ષ્મ પલ્યોપમોનું જ્ઞાન સહેલાઈથી થઈ શકે એ માટે કરી છે.