________________
સ્કંધ ઉત્પન્ન થવાની ત્રણ રીત
૨૩૭
૨) સ્કંધ - તે બંધાયેલા હોય છે. તે અનિત્ય છે. તે બે પ્રકારના છે – સૂક્ષ્મપરિણામવાળા અને બાદરપરિણામવાળા. સ્કંધો ૫ વર્ણવાળા, ૨ ગંધવાળા, ૫ રસવાળા છે. સૂક્ષ્મપરિણામવાળા સ્કંધો ૪ સ્પર્શવાળા છે. તેમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત છે. બાકીના બે સ્પર્શી અનિયત છે. સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શત આ ચાર જોડકામાંથી કોઈ પણ એક જોડકાના બે સ્પર્શ હોય. બાદરપરિણામવાળા સ્કંધો ૮ સ્પર્શવાળા છે. સ્કંધ ત્રણ રીતે ઉત્પન્ન થાય છે – (સૂત્ર-૫/૨૬)
(૧) સંઘાતથી - પરમાણુ કે સ્કંધના જોડાવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. બે પરમાણુના સંઘાતથી બે પ્રદેશવાળો સ્કંધ બને છે. બે પ્રદેશવાળા સ્કંધ અને પરમાણુના સંઘાતથી ત્રણ પ્રદેશવાળો અંધ બને છે.
(૨) ભેદથી - પરમાણુ કે સ્કંધના છૂટા પડવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. ચાર પ્રદેશવાળા સ્કંધમાંથી ૧ પરમાણુ છૂટો પડતા ત્રણ પ્રદેશવાળો સ્કંધ બને છે.
(૩) સંઘાત-ભેદથી - પરમાણુ કે સ્કંધના જોડાવાથી અને છૂટા પડવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. બે પ્રદેશવાળા સ્કંધમાંથી એક જ સમયે ૧ પરમાણુ છૂટો પડે અને બીજા પરમાણુનો સંઘાત થાય ત્યારે નવો અંધ બને છે.
ચક્ષુગ્રાહ્ય સ્કંધો સંઘાત-ભેદથી ઉત્પન્ન થાય છે. ચક્ષુથી અગ્રાહ્ય સ્કંધો સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદથી ઉત્પન્ન થાય છે. (સૂત્ર૫/૨૮).