________________
૨૩૪
અજીવોના સંસ્થાન
(૧૧) ઓજપ્રદેશઘનચોરસ - તે ૨૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરચોરસની ઉ૫૨-નીચે ૯-૯ ૫૨માણુ મૂકવાથી ઓજપ્રદેશઘનચોરસ થાય.
(૧૨) યુગ્મપ્રદેશઘનચોરસ - તે ૮ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતરચોરસની ઉ૫૨ ૪ ૫૨માણુ મૂકવાથી યુગ્મપ્રદેશઘનચોરસ
થાય.
(૧૩) ઓજપ્રદેશશ્રેણીઆયત - તે ૩ પ્રદેશથી બનેલ હોય.
(૧૪) યુગ્મપ્રદેશશ્રેણીઆયત - તે ૨ પ્રદેશથી બનેલ હોય.
(૧૫) ઓજપ્રદેશપ્રતરઆયત - તે ૧૫ પ્રદેશથી બનેલ હોય.
(૧૬) યુગ્મપ્રદેશપ્રતરઆયત - તે ૬ પ્રદેશથી બનેલ હોય.
(૧૭) ઓજપ્રદેશઘનઆયત તે ૪૫ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રત૨આયતની ઉપર-નીચે ૧૫-૧૫ પરમાણુ મૂકવાથી ઓજપ્રદેશઘનઆયત થાય.
-