________________
વૈમાનિક દેવોના લેશ્યા, ઈન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનનો વિષય ૨૦૭
લાંતક અને ઉપરના દેવોનો વર્ણ શ્વેત છે.
ઉપર ઉપરના દેવોના શરીરના વર્ણની વિશુદ્ધિ વધુ છે.
૫) લેશ્યા - (સૂત્ર-૪/૨૩)
દેવલોક
લેશ્યા
સૌધર્મ-ઇશાન
પીતલેશ્યા
સનત્કુમાર-માહેન્દ્ર-બ્રહ્મલોક પદ્મલેશ્યા
લાંતકથી સર્વાર્થસિદ્ધ
શુક્લલેશ્યા ઉપર ઉપરના દેવોની લેશ્યા વધુ વિશુદ્ધ હોય છે. આ દ્રવ્યલેશ્યા જાણવી. વૈમાનિક દેવોને છએ ભાવલેશ્યા હોય છે.
૬) ઇન્દ્રિયોનો વિષય - ઉપર ઉપરના દેવોની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં વધુ સમર્થ છે.
૭) અવધિજ્ઞાનનો વિષય - ઉપર ઉપરના દેવોનો અવધિજ્ઞાનનો વિષય વધુ છે.
દેવલોક
સૌધર્મ-ઇશાન
નીચે
રત્નપ્રભાના
નીચેનાભાગસુધી
સનત્કુમાર-માહેન્દ્ર શર્કરાપ્રભાના નીચેનાભાગસુધી
અવધિજ્ઞાનનો વિષય
ઉપર
તીર્છ
સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર અગ્રભાગસુધી
સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર અગ્રભાગસુધી
[] તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં ચારે પ્રકારના દેવોની લેશ્યાનો અર્થ ‘શરીરનો વર્ણ' એવો કર્યો છે. પણ બૃહત્સંગ્રહણીની ગાથા-૨૮૯ની ટીકામાં મલગિરિ મહારાજે લેશ્યાનો અર્થ ‘શરીરનો વર્ણ’ એવો કરનારા મતનું ખંડન કર્યું છે, કેમકે ત્યાં દેવોની લેશ્યા બતાવી પછી તેમના શરીરનો વર્ણ પણ બતાવ્યો છે.