________________
મણે વૈમાનિકદેવ પ્રકરણ * વૈમાનિકદેવો - (સૂત્ર-૪/૧૭) વિશેષ કરીને પુણ્યશાળીઓને જે માન આપે તે વિમાન. વિમાનોમાં રહે તે વૈમાનિક દેવો. તેમના વિમાનો ઊર્ધ્વલોકમાં છે. વૈમાનિકદેવો બે પ્રકારના છે – (સૂત્ર-૪/૧૮)
(૧) કલ્પપપન્ન (૨) કલ્પાતીત
(૧) કલ્પોપપન્ન-જ્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે દશ પ્રકારના દેવો હોય તે કલ્પોપપન્ન. તે ૧૨ પ્રકારના છે – ૧૨ દેવલોકના દેવો. (સૂત્ર-૪૩)
જ્યોતિષવિમાનોના ઉપરના પ્રતરથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં સૌધર્મ દેવલોક છે અને અર્ધચંદ્રાકારે ઉત્તરમાં ઇશાન દેવલોક છે. સમભૂતલથી સૌધર્મદેવલોકના ઉપરના અંત સુધી ૧ રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં સનકુમાર દેવલોક છે અને અર્ધચંદ્રાકારે ઉત્તરમાં મહેન્દ્ર દેવલોક છે. સમભૂતલથી માહેન્દ્ર દેવલોકના ઉપરના અંત સુધી ર રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે બ્રહ્મલોક દેવલોક છે. ત્યાંથી અસંખ્ય યોજના ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે લાંતક દેવલોક છે. સમભૂતલથી લાંતક દેવલોકના ઉપરના અંત સુધી ૩ રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે મહાશુક્ર દેવલોક છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે સહસ્ત્રાર દેવલોક છે. સમભૂતલથી સહસ્રાર દેવલોકના ઉપરના અંત સુધી ૪ રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં આનત દેવલોક છે અને
Aતત્ત્વાર્થાધિગમસૂત્રના મૂળસૂત્રોમાં અને ભાષ્યમાં સર્વત્ર બીજા દેવલોકને ઐશાન દેવલોક કહ્યો છે. પણ બીજા દેવલોકનું પ્રસિદ્ધ નામ ઈશાન દેવલોક હોવાથી અમે અહીં સર્વત્ર બીજા દેવલોકને ઈશાન દેવલોક કહ્યો છે.