________________
૧૯૬
સૂર્ય-ચંદ્રના મંડલ
ઉ૫૨ છે. અસ્તને આશ્રયીને પણ આ રીતે સમજવું. સૂર્યના બે મંડલ વચ્ચેનું અંતર બે યોજન છે. સૂર્યનું મંડલક્ષેત્ર ૫૧૦ ૪૮/૬૧ યોજન છે. તેમાંથી જંબુદ્રીપની ઉપર ૧૮૦ યોજન છે, શેષ ૩૩૦ ૪૮/૬૧ યોજન લવણસમુદ્રની ઉપર છે. સૂર્યના પહેલા મંડલ અને છેલ્લા મંડલ વચ્ચેનું અંતર ૫૦૯૧૩ યોજન છે.
ચંદ્રના મંડલ -
ચંદ્રના ૧૫ મંડલ છે. તેમાંથી ૫ મંડલ જંબુદ્રીપની ઉ૫૨ છે અને ૧૦ મંડલ લવણસમુદ્રની ઉપર છે. ચંદ્રના બે મંડલ વચ્ચેનું અંતર ૩૫ ૩૦/૬૧ ૪/૭ યોજન છે. ચંદ્રનું મંડલક્ષેત્ર ૫૧૦ ૪૮/૬૧ યોજન છે. તેમાંથી જંબુદ્રીપની ઉપર ૧૮૦ યોજન છે, શેષ ૩૩૦ ૪૮/૬૧ યોજન લવણસમુદ્રની ઉપર છે. ચંદ્રના પહેલા મંડલ અને છેલ્લા મંડલ વચ્ચેનું અંતર ૫૦૮૧૮ યોજન છે.
ઉમાસ્વાતિ મહારાજના મતે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર તિતિલોકમાં છે અને તારા ઊર્ધ્વલોકમાં છે.
સ્ત્રી સ્વાર્થી છે. પોતાનો સ્વાર્થ પૂરો ન થાય ત્યાં સુધી એ પુરુષની હા માં હા મિલાવે છે. પણ એકવાર સ્વાર્થ સધાઈ જાય એટલે એ જ સ્ત્રી પોતાની ઉપર વિશ્વાસ મૂકનારા, પોતાની ઉપર ઉપકાર કરનારા, પોતાની ઉપર સ્નેહ વરસાવનારા પુરુષને પણ હણી નાખતા અચકાતી નથી.
સર્પને જોઈ માણસ ડરે છે, ડરીને ભાગે છે. સર્પનો કોઈ વિશ્વાસ કરતું નથી. તેમ તમે પણ સ્રીથી ડરજો, સ્ત્રીથી ભાગજો, સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ના કરતાં.
કોઈને ય ડંખવું નહીં, કોઈનો પણ ડંખ હૃદયમાં રાખવો નહીં.