________________
૧૯૪
જ્યોતિષવિમાનોની વિગત જ્યોતિષવિમાનો જંબૂદ્વીપના મેરુપર્વતથી ૧,૧૨૧ યોજનની અબાધા રાખીને ચરે છે અને લોકાંતથી ૧,૧૧૧ યોજનની અબાધા રાખીને ચરે છે.
નક્ષત્રમંડળમાં સૌથી ઉપર સ્વાતિ નક્ષત્ર ચાર ચરે છે, સૌથી નીચે ભરણી નક્ષત્ર ચાર ચરે છે, સૌથી દક્ષિણમાં મૂળ નક્ષત્ર ચાર ચરે છે, સૌથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર ચાર ચરે છે.'
મનુષ્યક્ષેત્રમાં રહેલ જ્યોતિષ વિમાનો હંમેશા પ્રદક્ષિણા ક્રમે મેરુપર્વતની ચારે બાજુ ચાર ચરે છે. (સૂત્ર-૪/૧૪) મનુષ્યક્ષેત્રની બહાર રહેલ જ્યોતિષ વિમાનો સ્થિર છે. (સૂત્ર-૪૧૬) મનુષ્યક્ષેત્રમાં રહેલા જયોતિષવિમાનોના વર્ણ ગ્રહણ વગેરેથી બીજા પણ થાય છે. મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ વિમાનોનો વર્ણ હંમેશા પીળો હોય છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્રના કિરણો ઠંડા અને સૂર્યના કિરણો ગરમ હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રના કિરણો બહુ ઠંડા હોતા નથી અને સૂર્યના કિરણો બહુ ગરમ હોતા નથી. એટલે કે ચંદ્ર-સૂર્યના કિરણો સાધારણ અને સુખકારી હોય છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્યનો નક્ષત્રો સાથેનો યોગ બદલાતો રહે છે. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રનો યોગ હંમેશા અભિજિત નક્ષત્ર સાથે હોય છે અને સૂર્યનો યોગ હંમેશા પુષ્યનક્ષત્ર સાથે હોય છે.
જ્યોતિષ વિમાનો સ્ફટિકના બનેલા છે અને અડધા કોઠાના ફળના આકારના છે.
ધ્રુવતારો મેરુપર્વતની ચારે બાજુ ફરતો નથી પણ પોતાના સ્થાનમાં જ ભમે છે. • પ્રભુ ! બુઝ બુઝ કહી આપે ચંડકોશિયાને તાર્યો, મને બુજઝ બુઝ કહેવા ક્યારે આવશો ?