________________
ન
જ્યોતિષદેવ પ્રકરણ -
• જ્યોતિષદેવો - તેઓ સમભૂતલથી ઉપર ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીમાં હોય છે. તેઓ પાંચ પ્રકારના છે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. (સૂત્ર-૪/૩,૪/૧૩) સૂર્ય વગેરે આપણને જે દેખાય છે તે વિમાનો છે. તેમાં દેવો રહે છે.
સમભૂતલથી ૭૯૦ યોજન ઉપર જતાં જ્યોતિષવિમાનોનું પ્રથમ પ્રતર છે. ત્યાંથી ૧૦યોજન ઉપર જતા સૂર્યના વિમાનો છે. ત્યાંથી ૮૦ યોજન ઉપર જતા ચંદ્રના વિમાનો છે. ત્યાંથી ૨૦ યોજન ઉપર જતા તારા અને ગ્રહોના વિમાનો છે. તારા અને ગ્રહો અનિયતચારી હોવાથી સૂર્ય અને ચંદ્રની ઉપર અને નીચે ચાર ચરે છે. તેઓ સૂર્યથી ૧૦ યોજનના અંતરે ચાર ચરે છે. જ્યોતિષચક્રમાં સૌથી નીચે સૂર્યો છે, તેમની ઉપર ચંદ્રો છે, તેમની ઉપર ગ્રહો છે, તેમની ઉપર નક્ષત્રો છે, તેમની ઉપર તારા છે.
બૃહત્સંગ્રહણિ ગા.૧૦૨ની ટીકામાં કહ્યું છે કે – સમભૂતલથી ૭૯૦ યોજન ઉપર જતા તારાના વિમાનો છે. ત્યાંથી ૧૦ યોજન ઉપર જતા સૂર્યના વિમાનો છે. ત્યાંથી ૮૦ યોજન ઉપર જતા ચંદ્રના વિમાનો છે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા નક્ષત્રના વિમાનો છે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા બુધના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા શુક્રના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા ગુરુના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા મંગળના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા શનિના વિમાનો છે.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા દેવોના મુગટના અગ્રભાગ ઉપર ક્રમશઃ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના ચિહ્નો છે.