________________
મનુષ્યપ્રકાર પ્રકરણ
૧૭૧
૬) ભાષાર્ય - ગણધર વગેરે શિખોની ભાષા એટલે કે સંસ્કૃત, અર્ધમાગધી વગેરે ભાષાના નિયત વર્ણોવાળી, લોકમાં રૂઢ, સ્પષ્ટ શબ્દોવાળી, પાંચ પ્રકારના આર્યોની ભાષા બોલે તે ભાષાઈ મનુષ્યો છે. | (૨) શ્લેચ્છ - પૂર્વે કહેલ ક્ષેત્રો વગેરેથી વિપરીત ક્ષેત્રો વગેરેવાળા મનુષ્યો તે પ્લેચ્છ મનુષ્યો. તે શક, યવન, કિરાત, કામ્બોજ, વાલ્હીક વગેરે અનેક પ્રકારના છે. અન્તરદ્વીપના મનુષ્યો પણ મ્લેચ્છ મનુષ્યો છે, કેમકે તેમના ક્ષેત્ર વગેરે વિપરીત છે.
• માણસને ઘી-દૂધ ચોખા જોઈએ છે, ધાન્ય-મસાલા-મીઠાઈ ચોખ્ખા જોઈએ છે, કપડા સ્વચ્છ ગમે છે, મકાન વગેરે ય સ્વચ્છ ગમે છે અને પોતાનું શરીર પણ સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ છે. પરંતુ મૂઢતા એવી છે કે સૌથી અગત્યની વસ્તુ જે પોતાનું મન એ સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ એ તરફ દૃષ્ટિ જ
નથી.
એ તો સમજે છે કે ઘી-દૂધ વગેરે ચોખ્ખા મળે, ખવાયપીવાય તો શરીર સારું રહે, કપડાં સ્વચ્છ હોય તો લોકમાં શોભીએ, મકાન સ્વચ્છ હોય તો ઘરે આવનાર પાડોશી વગેરે આપણને સારો માને, શરીર સ્વચ્છ હોય તો સારા લાગીએ, અને સ્વસ્થ હોય તો દુનિયાના કામ બજાવી શકીએ, આનંદમંગળ રહે. એને આ બધી સમજ છે, પણ મન સ્વચ્છ અને સ્વસ્થ હોય તો કેટલા મહાન લાભ થાય, તેમજ મન મલિન અને અસ્વસ્થ હોય તો કેવા ભયંકર નુકસાન થાય, એનો વિચાર જ નથી.