________________
મનુષ્યપ્રકાર પ્રકરણ
મનુષ્યો બે પ્રકારના છે – આર્ય અને સ્વેચ્છ. (સૂત્ર-૩/૧૫)
૧) આર્ય - ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં શિષ્યલોક, ન્યાય અને ધર્મથી યુક્ત આચરણવાળા મનુષ્યો તે આર્ય મનુષ્યો. તે ૬ પ્રકારના છે –
(૧) ક્ષેત્રાર્ય - ૧૫ કર્મભૂમિમાં, ભરત-ઐરવતમાં ૨૫ ૧/૨ આવેદશોમાં અને મહાવિદેહક્ષેત્રની વિજયોમાં જન્મેલા મનુષ્યો તે ક્ષેત્રાર્થ મનુષ્યો છે.
૨) જાતિઆર્ય - ઇક્વાકુ, વિદેહ, હરિ, અમ્બઇ, જ્ઞાત, કુર, વનાલ, ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરે ઉત્તમ વંશમાં જન્મેલા મનુષ્યો તે જાતિઆર્ય મનુષ્યો છે.
૩) કુલાર્ય - કુલકરો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને બીજા પણ જે ત્રીજા, પાંચમા, સાતમા કુલકરો સુધીના વિશુદ્ધ કુળ અને સ્વભાવવાળા મનુષ્યો હોય તે કુલાર્ય મનુષ્યો છે.
૪) કર્માર્ય - યજ્ઞ કરનારા, યજ્ઞ કરાવનારા, ભણનારા, ભણાવનારા, પ્રયોગ કરનારા, ખેતી કરનારા, લખનારા, વેપાર કરનારા, યોનિપોષણ કરનારા વગેરે. આ રીતે આજીવિકા ચલાવે તે કર્માયે મનુષ્યો છે. આચાર્યના ઉપદેશ વિના શીખેલું હોય તે કર્મ
૫) શિલ્પાર્ય- દરજી, કુંભાર, હજામ, વણકર, શિલ્પી વગેરે અલ્પ પાપ કરનારા અને અનિન્દ આજીવિકાવાળા મનુષ્યો તે શિલ્પાય મનુષ્યો છે. આચાર્યના ઉપદેશથી શીખેલું હોય તે શિલ્પ.